મત્સ્ય બંદર જખૌમાં હવે મરીન પોલીસ, BSF અને કોસ્ટગાર્ડ કરશે બોટોની તપાસ

Contact News Publisher

કચ્છમાં જખૌ બંદર ફિશરીઝ માટે જાણીતું છે અહીં ન માત્ર કચ્છ પરંતુ જામનગર,સલાયા,દ્વારકા સહિતના સ્થળોએથી માછીમારો માછીમારી કરવા માટે આવતા હોય છે તો તાજેતરમાં જ જખૌ પાસેના દરિયામાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. ભારત – પાકિસ્તાનની સરહદ પર આવેલા દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા જળવાય એ જરૂરી છે.પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવતે જખૌ બંદરની મુલાકાત લીધી ત્યારે તેમના ધ્યાને આવ્યું કે,પોર્ટ પર ફિશરીઝ વિભાગ પાસે પૂરતો સ્ટાફ ન હોવાથી બંદર પર આવાગમન કરતી બોટોનું વ્યવસ્થિત રીતે ચેકિંગ થઈ શકતું નથી. જેથી શનિવારે બેઠક બોલાવી બોટોનું ચેકિંગ થાય એ માટે વ્યવસ્થા ઉભી કરી હતી.

નવી વ્યવસ્થાના કારણે હવે કઈ બોટમાં કયો સામાન આવી રહ્યો છે તેની વધુ તપાસ થશે દેશની સુરક્ષા મુદ્દે આ ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય કહી શકાય તેમ છે. પ્રાંત અધિકારી જેતાવતે જણાવ્યું કે,હવેથી જખૌ બંદર પર ફિશરીઝ વિભાગની સાથે બોર્ડર સિક્યુરિટી ફોર્સ,કોસ્ટગાર્ડ અને મરીન પોલીસની ટીમ પણ બોટોનું ચેકિંગ કરશે તેમજ આ માટે સમગ્ર વ્યવસ્થા ગોઠવી સૂચના પણ આપી દેવાઈ છે. ઉલ્લેખનીય છે કે,જખૌ મરીન પોલીસની પણ મુલાકાત લઈને સમીક્ષા કરાઇ હતી.

1 thought on “મત્સ્ય બંદર જખૌમાં હવે મરીન પોલીસ, BSF અને કોસ્ટગાર્ડ કરશે બોટોની તપાસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *