નખત્રાણામાં છેલ્લા ૧૨ દિવસમાં કોરોનાના ૧૦ પોઝિટિવ કેસ !

Contact News Publisher

નખત્રાણા તાલુકોમાં છેલ્લા 12 દિવસમાં 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જેથી જિલ્લાનું નવું હોટસ્પોટ પશ્ચિમ કચ્છનો તાલુકો બની રહ્યો છે. સોમવારે નખત્રાણા તાલુકાના ગામડામાંથી જ 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. જોકે, આ જ તાલુકાના ગામડામાંથી 2 દર્દી સાજા પણ થઈ ગયા છે, જેથી હોસ્પિટલમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 5 થઈ ગઈ છે.

જિલ્લામાં ઓગસ્ટ માસમાં કોરોનાની બીજી લહેરે વિદાય લઈ લીધી હતી, જેથી કચ્છ કોરોના મુક્ત પણ બની ગયો હતો. પરંતુ ફરી છૂટક કેસ સામે આવવા લાગ્યા હતા, જેમાં છેલ્લા 12 દિવસમાં જ નખત્રાણા તાલુકાના ગામડામાં 10 પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

જિલ્લા વહીવટી તંત્રે આપેલી માહિતી મુજબ કચ્છ જિલ્લામાં અત્યાર સુધી કુલ 12611 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી હજુ સુધી કુલ 12498 દર્દી સાજા થઈ ગયા છે. જ્યારે કોરોનાથી 282 દર્દીના મોતનું જુઠ્ઠાણું હજુ પણ યથાવત રખાયું છે, જેથી બાકીના આંકડા પણ શંકાના દાયરામાં જ છે. કોરોના વાયરસ હજુ ગયો નથી ત્યારે લોકો સાવધાની રાખે અને કોવિડ નિયમોની અમલવારી કરે તે જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *