કચ્છના સાંસદ વિનોદ ચાવડાની પંજાબ રાજ્યના વિધાનસભા ચુટણીમાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ તરફથી સહ પ્રભારી તરીકે નિમણૂક

Contact News Publisher

કચ્છના સાંસદ વિનોદ ચાવડાને પંજાબ રાજ્યના વિધાનસભા ચુટણીમાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ તરફથી સહ પ્રભારી તરીકે નિમણૂક કરાતાં કચ્છ ભાજપનાં કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
આગામી વર્ષે પાંચ રાજ્યોમાં યોજનારી વિધાનસભા ની ચુટણીઑ માં પંજાબ રાજ્ય માં યોજનારી ચુટણીમાં રાષ્ટ્રીય ભાજપ તરફ થી કચ્છના સાંસદ વિનોદ ચાવડાને મોટી જવાબદારી અપાતાં ચુનાવ સહ પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે, પંજાબ માટે કેન્દ્રિય જલ શક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતને પ્રભારી તથા કેન્દ્રીય આવાસ અને શહેરી મામલા, પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પૂરી, કેન્દ્રિય વિદેશ મંત્રાલય અને સંસ્કૃતિ અને પર્યટન રાજયમંત્રી શ્રીમતી મીનાક્ષી લેખી અને સાંસદ વિનોદ ચાવડાને સહ પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવેલ છે.
સાંસદ ચાવડાએ ભારતીય જનતા પાર્ટીએ પોતાનાં ઉપર  વિશ્વાસ મૂકીને પંજાબ વિધાનસભા ચુટણી આયોજન માં સહ પ્રભારી તરીકે જવાબદારી સોપી છે, તે સંપૂર્ણ પણે ખંત વિશ્વાસ સાથે પ્રભારી તથા સહ પ્રભારીઓ સાથે સંકલન રાખી પોતાને મળેલી જવાબદારી પૂર્ણ કરશે અને પંજાબમાં ભાજપને જલવંત જીત મળે તે માટેનાં પૂરતાં પ્રયત્નો રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં તેઓ સાંસદ તરીકે કચ્છ – મોરબીની જનતાના પ્રશ્નોનાં નિરાકરણ માટે સતત જાગૃત અને પ્રયત્નશીલ છે. સાથે મળેલી આ વિશેષ જવાબદારી એ પાર્ટીએ પોતાનાં ઉપર મુકેલ વિશ્વાસ છે.

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી , પ્રદેશ ભાજપ અધ્યક્ષ  જે.પી. નડ્ડા તેમજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલ દ્વારા કચ્છ મોરબી સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપનાં મહામંત્રી વિનોદ ચાવડાને વધુ એક રાષ્ટ્રીય કક્ષાની જવાબદારી સોંપતા તેઓ વધુ ઉત્સાહિત જણાયા હતા અને એમણે કહ્યું કે ” મારાં માં મુકેલ વિશ્વાસને સાર્થક કરવા પ્રતિબધ્ધ છુ , અને મળેલ જવાબદારી નિભાવવા ઉત્સુક છું ”

Story by : જામ જયમલસિંહ એ.બી. જાડેજા

Youtube : maa news live

Fb : maa news live page / group

Insta : maa news live

Twitter : maa news live

Whatsapp : 9725206123

9428748643

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *