કચ્છમાં એરંડાના પાકમાં જીવાત દેખાતા ખેડૂતોની ચિંતા વધી

Contact News Publisher

કચ્છમાં વરસાદની અનિયમિતતા વચ્ચે એરંડાનો પાક મુખ્ય ગણવામાં આવે છે. એરંડાના ઉત્પાદનમાં રોગ, જીવાત અને હવામાન સહિતના પરિબળો પણ ભાગ ભજવતા હોય છે. દિવેલાના પાકમાં સમયાંતરે જીવાતોનો ઉપદ્રવ ઓછા વધુ પ્રમાણમાં જોવા મળે છે.જો જીવાત વધી જાય તો એરંડાના પાકના ઉત્પાદન અને બજાર ઉપર પણ અસર થાય છે.

દિવેલામાં આવતી જીવાતોમાં ઘોડીયા, ઈયળ, લશ્કરી ઈયળ, ડોડવા કોરી ખાનાર ઈયળ, સફેદ માખી, પાન કાથીરી, લીલી પોપટી સહિતનો સમાવેશ થાય છે. એમાં પણ ધોળીયા ઈયળ અને લશ્કરી ઈયળ મુખ્ય જીવાત ગણવામાં આવે છે.ચાલુ વરસે ચોમાસામાં અપુરતો વરસાદ વરસતા અન્ય પાકો નિષ્ફળ જવાની દહેશત તો છે. પરંતુ પશ્ચિમ કચ્છના પાવરપટ્ટી પંથકમાં એરંડા મજબૂત ઉભો છે. જો કે હવે અમુક વિસ્તારોમાં જીવાતો દેખાતા ધરતીપુત્રો પોતાના હિાથયારો સજાવીને સજ્જ બેઠા છે. આ અંગે કિસાનો પાસેાથી મળતી માહિતી મુજબ ચાલુ વરસે અનરાધાર મેઘની આશા ઠગારી નીવળતા ખેડૂતો માટે મૂશ્કેલી સર્જાશે.પ્રાથમ વરસાદ સમયસર થયા બાદ વરસાદ ખેંચાતા રામમોલ સહિતના પાકોમાં નુકશાની વેઠવી પડી છે. હાલમાં જે પાક ખેતરમાં ઉભા છે એને બચાવવામાં ખેડૂતો લાગી ગયા છે. ઉપરાંત છેલ્લા થોડા દિવસોથી વરસાદી વાતાવરણના કારણે ઉભા પાકમાં જીવાતનો ઉપદ્રવ પણ વાધી ગયો છે. એક બાજુ ખેંચાયો છે. તો બીજી બાજુ ઉભા મોલમાં જીવાતે ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા છે. હાલમાં રોકડિયો ગણાતા એરંડો ખેતરોમાં લહેરાઈ રહ્યો છે. ત્યારે અમુક વિસ્તારોમાં એરંડાના પાકમાં જીવાત દેખાતા કિસાનો દ્વારા છંટકાવ સહિતની કામગીરીમાં જોતરાઈ પાકને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *