કચ્છની 361 ગ્રામપંચાયતની ચૂંટણીમાં 73.98 ટકા ધીંગુ મતદાન : સૌથી વધુ લખપત તાલુકામાં 82.22 ટકા તો સૌથી ઓછું ગાંધીધામમાં 60.77 ટકા

Contact News Publisher

લોકશાહી પર્વે 361 ગ્રામપંચાયતની ચૂંટણીને લઇને કચ્છના મતદારોઅે ઉત્સાહ બતાવ્યો હતો અને 665333 મતદારોમાંથી 492207 મતદારોએ મતદાન કરતાં કુલ 73.98 ટકા ધીગું મતદાન થયું હતું, જેમાં સૌથી વધુ લખપત તાલુકામાં 82.22 ટકા અને સૌથી ઓછું ગાંધીધામ તાલુકામાં 60.77 ટકા મતદાન થયું હતું.

મતદાનને લઇને જિલ્લાનું વહીવટી તંત્ર પણ સજ્જ હતું સંવેદનશીલ, અતિ સંવેદનશીલ મતદાન મથકોએ વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને ભુજ તાલુકાના ભારાપર, સુમરાસર, રાપર તાલુકાના ઘાણીથર, ભચાઉ તાલુકાના છાડવારા અને નખત્રાણા તાલુકાના ભડલી સહિત એકલ-દોકલ જગ્યાએ માથાકુટને બાદ કરતાં જિલ્લામાં શાંતિપૂર્ણરીતે મતદાન થયું હતું. કચ્છમાં 478 પૈકી 117 ગ્રામપંચાયતો સમરસ, ટેકનિકલ બિનહરીફ થતાં 361 ગ્રામપંચાયતો માટે 903 મતદાન મથકોએ રવિવારે મતદાન કામગીરી હાથ ધરાઇ હતી.

ઠંડીના કારણે અમુક જગ્યાએ બે કલાક ધીમા મતદાન બાદ ગામડાઅોમાં મતદાન માટે લોકોની લાઇનો લાગી હતી. રવિવારે જિલ્લાની 361 પંચાયતોના 665333 મતદારોમાંથી 259660 પુરુષ અને 232547 સ્ત્રી મળી કુલ 492207 મત પડતાં 73.98 ટકા ધીંગુ મતદાન થયું હતું. સરપંચપદની 344 બેઠકો માટે 895 ઉમેદવારો અને સભ્યપદની 2125 બેઠકો માટે 4747 દાવેદારો મેદાને છે. જિલ્લાના સરપંચ, સભ્યપદના 5642 ઉમેદવારોનું ભાવિ મતપેટીઅોમાં સીલ થયું છે અને તા.21-12, મંગળવારના તાલુકા મથકોએ ઉભા કરાયેલા મત ગણતરી કેન્દ્રો ખાતે મતદાનપેટીઓ ખુલશે અને મળશે નવા 344 સરપંચ અને 2125 સભ્યો.

તો બીજી તરફ લખપત તાલુકાના બિટીઆરી ગામમાં મતદાન કરવા માટે લાઇનમાં ઉભેલા મતદારને હૃદયરોગનો હુમલો આવતાં મોત નિપજયું હતું. તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અલીમામદ જતે જણાવ્યું હતું કે, મતદાન કરવા માટે આવેલા સરપંચપદના ઉમેદવારના બનેવી એવા 60 વર્ષીય ઓસમાણ જત લાઇનમાં ઉભા હતા ત્યારે તેમને છાતિમાં દુ:ખાવો ઉપડ્યો હતો અને તેઓ ત્યાં ઢળી પડ્યા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાયા હતા પરંતુ સારવાર મળે તે પહેલા તેમનું મોત નિપજ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News