કોરોનાના ભય વચ્ચે કચ્છની બજારોમાં પતંગ-દોરીની ખરીદી માટે લોકોની ભીડ

Contact News Publisher

વર્ષ ૨૦૨૨ ની શરૂઆતના પ્રથમ તહેવાર ઉતરાયણપર્વને બે દિવસ બાકી રહ્યા છે ત્યારે સીઝનલ ધંધામા વેપારીઓએ પતંગ દોરીનુ વેચાણ કરવા માટે બજારોમાં પતંગ દોરીની દુકાનો ઉભા કરી દીધી છે. તો પતંગના સથવારે આકાશી યુધ્ધ માટે યુવાધન પણ સજ્જ બની રહ્યો છે. શુક્રવારે મકરસંક્રાતિનો પર્વ હોતા આવતીકાલે બજારોમાં પતંગ દોરીની ખરીદી માટે ભીડ જોવા મળી રહ્યો છે.

સમગ્ર કચ્છમાં ઉત્તરાયણના તહેવારને લઇ પતંગ રસીયાઓમાં અનેરો આંનંદ ઉત્સાહ સાથે પતંગ દોરીની ખરીદી કરવામાં વ્યસ્ત બન્યા છે.પતંગ દોરીની ખરીદી શરૂ થતા વેપારીઓમા ખુશી જોવા મળી છે. વેપારીઓના જણાવ્યા મુજબ પતંગોના ભાવમાં નવા વર્ષે ૧૦-૧૨ ટકાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે.

ભુજ સહિત તમામ તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોની બજારોમાં પતંગ દોરી સહિતની ચીજવસ્તુઓની દુકાનો ઉભી કરી દેવાઈ છે. બીજી બાજુ દોરી સુતનારાઓએ પણ દોરી સુતવાની શરૂઆત કરી દીઘી છે. વેપારીએ અવનવી પતંગોની વેરાઈટીમાં સીનેમાના કલાકારો, રમતના ખેલાડીના ફોટા સાથે પતંગો બાળકો માટે કાર્ટુનના ચિત્રો લગાવેલી પતંગોના સ્ટોક બજારમાં વેચાણ માટે મૂક્યો છે. પતંગ ઉડાડવાના શોખીનો માટે જાત જાતના કલરના માંજો બજારમાં જોવા મળે છે. છેલ્લા બે વર્ષથી કોરોનાનું ગ્રહણ લાગી જતાં પતંગ બજારમાં ભારે મંદી દેખાઈ છે.કોરોનાના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે.જેના કારણે પતંગ દોરાના વેપારીઓએ ભય વચ્ચે વેચાણ માટે સામાન ભર્યો છે. યુવાધનમાં પતંગ ઉત્સવ ઉજવવા માટે અનેરો થનગનાટ દેખાઇ રહ્યો છે પરંતુ કોરોનાને લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. પતંગ દોરાના ભાવમાં ૩૦ ટકા વધારો હોવા છતાં ઉત્સવપ્રિય પાવી જેતપુર પંથકની જનતા ઉતરાયણની ઉજવણીની તૈયારીમાં મનમૂકી ખર્ચા કરતી નજરે પડી રહી છે. સિઝનેબલ વેપારમાં છેલ્લા બે દિવસમાં જ ગ્રાહકી ફૂલ બહાર નીકળતી હોય છે તેથી વેપારીઓને પણ છેલ્લા બે દિવસમાં વેપાર થઇ જશે તેવી આશ લગાવી વેપાર કરી રહ્યા છે. ધીમે ધીમે બજારોમાં પણ ગ્રાહકી જોવા મળી રહી છે. ગમે તેવું કોરોનાનું ગ્રહણ લાગે પરંતુ યુવાધન ધાબા ઉપર ચઢી મોજ મસ્તી કરવાના મૂળમાં જણાઈ રહ્યું છે. દેશી ઘીની તલસાંકડી બનાવી, ધાબા ઉપર ઊંધિયું જલેબીની પાર્ટીઓ કરવા માટેનું આયોજન યુવાધને કરી લીધું છે.
ઉત્તરાયણ તહેવારને એક દિવસનો સમય બાકી હોય પતંગ દોરીમાં ઘરાકી નીકળતા વેપારીઓમાં ખુશી જોવા મળી છે. કોરોનાના ભય વચ્ચે પણ ઉતરાયણ પર્વ મનાવવા પતંગ રસિકોમાં અનેરો આનંદ જોવા મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *