ઐતિહાસિક અંજાર નગરમાં ‘ સંત જેસલ તોરલ વિનયન અને વિજ્ઞાન કોલેજ ‘ નામાભિધાન સાથે સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ મંજૂર કરાવવા ABVP ની રજુઆત.

Contact News Publisher

પ્રતિ
ધારાસભ્ય શ્રી,
અંજાર મત વિસ્તાર

વિષય :- અંજાર નગરને ‘ સરકારી વિનયન અને વિજ્ઞાન પ્રવાહની કોલેજ’ મંજૂર કરવા બાબત રજૂઆત અંગે

માનનીય સાહેબશ્રી,

જય ભારત સહ ઉપરોક્ત વિષયના સંદર્ભમાં જણાવવાનું કે આપશ્રી એ બાબતથી સુપેરે પરિચિત છો જ કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ વિદ્યાર્થીઓના પ્રશ્નો, હિત તથા શિક્ષણ ઉત્કર્ષ માટે કાર્ય કરતું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન અંજાર તાલુકામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવેલા કાર્યક્રમો પૈકી કોવિડ પહેલા હાથ ધરેલ વિશેષ કાર્યક્રમ જેવાકે ‘ મિશન સાહસી ‘ , ‘ ગ્રામ્ય જીવન દર્શન ‘તેમજ કોવીડ -19 પશ્ચાત હાથ ધરવામાં આવેલ વિશેષ કાર્યક્રમ જેવાકે ‘ કોવિદ -19 જાગૃતિ અભિયાન, રસીકરણ જાગૃતિ અભિયાન, હર ગાંવ તિરંગા અભિયાન, તિરંગા યાત્રા જેવા અભિયાન અંતર્ગત અંજારના 65 ગામોમાં થયેલ વ્યાપક જનસંપર્ક દરમિયાન લોકોની શિક્ષણ અંગેની જે સમસ્યાઓ તથા રજૂઆતો ધ્યાનમાં આવી છે તે તથા આ વર્ષે વાલી સંપર્ક અને સમાજ શ્રેષ્ઠીઓ ના સંપર્ક દરમિયાન જે માંગણીઓ ઉચ્ચ શિક્ષણ ના સંદર્ભમાં ધ્યાનમાં આવી છે તે આપશ્રીના ધ્યાનમાં મૂકીએ છીએ.

1. પૂર્વ કચ્છના ચાર તાલુકા ( અંજાર, મુન્દ્રા, ગાંધીધામ, ભચાઉ ) માં ગુજરાતી માધ્યમમાં ઉચ્ચ શિક્ષણ આપતી એક પણ સરકારી કે અનુદાનિત ( grant in aid ) કોલેજ ઉપલબ્ધ નથી.

2. ગાંધીધામ માં માત્ર 7 ગામડાઓ લાગુ પડે છે તેમાં હિન્દી માધ્યમની એક આર્ટસ એન્ડ સાયન્સ અને 1 કોમર્સ કોલેજ છે જ્યારે 65 ગામડાઓ ધરાવતા અંજાર તાલુકામાં એક પણ સરકારી કે અનુદાનિત કોલેજ નથી.

3. આદિપુર ખાતે આવેલી અનુદાનિત કોલેજ લઘુમતી સંસ્થા તરીકે ફાળવેલી છે તથા તે હિન્દી માધ્યમની કોલેજ હોવાથી ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે તે અસુવિધા યુક્ત છે.

4. આ નજીકની અનુદાનિત કોલેજમાં ECONOMICS વિષયમાં છેલ્લા ત્રણ વર્ષથી 150 થી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહે છે જ્યારે Sociology, History, psychology જેવાં મહત્વપૂર્ણ વિષયો ત્યાં મુખ્ય વિષય તરીકે ઉપલબ્ધ નથી.

અગાઉ કચ્છ યુનિવર્સિટી દ્વારા external અભ્યાસક્રમ થઈ શકતો હતો જે પણ છેલ્લા 2 વર્ષથી બંધ છે તેથી સમસ્યા વધુ વિકટ બની છે.

તેથી અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ઇતિહાસ, મનો વિજ્ઞાન જેવા social science નાવિષયો તેમજ સંસ્કૃત અને ગુજરાતી જેવા ભાષા શાસ્ત્ર ના વિષયો સાથે ની વિનયન કોલેજ મળે તો આ વિસ્તારના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ ખૂબ ઉપયોગી સિદ્ધ થશે.

5.હાલમાં ભિમાસર, સીનુગ્રા, ખંભરા, ખેડોઈ, રતનાલ, ચાંદરાણી, સાતાપર, આંબાપર, લાખાપર જેવા કેટલાય ગામડાઓની દીકરીઓને તેમના ગામથી અંજાર અને ત્યાંથી આદિપુર અથવા ભુજ અભ્યાસ માટે જવું પડે છે તેથી મોટેભાગે દીકરીઓમાં drop out ratio વધે છે.

જો અંજારમાં સરકારી કોલેજ શરૂ કરવામાં આવે તો drop out ratio ઘટશે તેમજ ઉચ્ચ શિક્ષણમાં Gross Enrollment Ratio વધશે જે નવી શિક્ષણ નીતિમાં પાયાની બાબત છે.

6. ક્ષેત્રીય રીતે જોઈએ તો પશ્ચિમ કચ્છમાં કુલ 5 સરકારી કોલેજ છે. ( ભુજ, માંડવી,દયાપર ખાતે પરંપરાગત કોલેજ તેમજ ભુજ D. Eld. અને B. Ed. કોલેજ) અને 3 અનુદાનિત ( grant in aid ) કોલેજ ( ભુજ, માંડવી, નખત્રાણા ) છે જ્યારે પૂર્વ કચ્છમાં માત્ર 1 સરકારી કોલેજ છે તે પણ રાપર જ્યાં પૂરતા વિદ્યાર્થીઓ જ નથી જ્યારે બીજી તરફ અંજાર તાલુકાના વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત રહેવું પડે છે. કેમકે નજીકમાં માત્ર એક જ અનુદાનિત કોલેજ છે જેમાં પૂરતા વિદ્યાર્થીઓ સમાવી શકાતા નથી. તે કોલેજ પણ હિન્દી માધ્યમની છે.

આમ પ્રવેશ સમસ્યા હળવી થાય અને અંજાર , ભચાઉ એમ બે તાલુકાઓને લાભ મળવાથી ક્ષેત્રીય સંતુલન પણ જળવાઈ રહેશે. આમ સંતુલિત ક્ષેત્રીય વિકાસ ( Balanced
Sectoral Development ) માટે પણ અંજારમાં સરકારી કોલેજની આવશ્યકતા જણાય છે.

6. સમગ્ર પૂર્વ કચ્છમાં વિજ્ઞાન પ્રવાહની એક પણ સરકારી કોલેજ નથી જ્યારે પશ્ચિમ કચ્છમાં વિજ્ઞાન પ્રવાહની 2 સરકારી કોલેજ છે. ભચાઉ, આદિપુર, અંજાર અને ગાંધીધામ માં ધોરણ 12 ની વિજ્ઞાન પ્રવાહની જે સંખ્યા છે તે જોતાં તથા તેમાં ઉત્તરોત્તર રીતે જે વધારો થઈ રહ્યો છે તે જોતાં વિજ્ઞાન પ્રવાહની કોલેજની ખાસ આવશ્યકતા જણાય છે. B. Sc. Chemistry ની આસપાસ ના ઉદ્યોગમાં પણ વિશેષ માંગ રહે છે તેથી સ્થાનિક રોજગારી નિર્માણના ઉદ્દેશ્યની પૂર્તિ માટે પણ વિજ્ઞાન પ્રવાહની કોલેજની આવશ્યકતા છે.

8. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવેલા જનસંપર્ક અભિયાન તથા સર્વેક્ષણ દ્વારા તે પણ જાણવામાં આવ્યું છે કે ઘરથી કોલેજનું વધુ અંતર, પરિવહનની સમસ્યા, અન્ય ભાષામાં શિક્ષણ, અલગ સાંસ્કૃતિક માહોલ જેવા કારણોસર ગ્રામ્ય વિસ્તારની વિદ્યાર્થીનીઓ માં ઉચ્ચ શિક્ષણ છોડી દેવાનું વલણ વધુ જોવા મળે છે તેથી અંજારમાં સરકારી વિનયન કોલેજ મળે તો સમસ્યાનું સમાધાન થાય તેમ છે.

9. અહી પૂરતા પ્રમાણમાં દરેક વિષયના લાયકાત ધરાવતા લોકો ( NET/ SLET/ Ph. D. ) પણ પ્રાપ્ય છે જેથી તાત્કાલિક ધોરણે કરાર આધારિત કે મુલાકાતી વ્યાખ્યાતા ની નિમણુંક ( જ્યાં સુધી GPSC ઉતીર્ણ ની નિયુક્તિ ના થાય ત્યાં સુધી) પણ સરળતાથી થઈ શકે તેમ છે. આની પૂરતી આંકડાકીય માહિતી પણ એકત્ર કરેલી છે.

તેથી એમ કહી શકાય કે અહી તરસ ( લોકોની ઉચ્ચ શિક્ષણ માટેની ઝંખના ) પણ છે અને તરસ છીપાવવા સક્ષમ લોકો ( Qualified Experts ) પણ છે . જરૂર છે માત્ર પરબની ( સરકારી કોલેજની ). જો સરકાર ઉદાર મન રાખીને અંજાર ને સરકારી કોલેજ બજેટ સત્રમાં ફાળવે તો આગામી શિક્ષણ સત્રથી પૂર્વ કરછને મોટી ભેટ મળે તેમ છે.

10. કચ્છ પ્રત્યે માનનીય પ્રધાનમંત્રીશ્રીને પણ વિશેષ લગાવ છે જે તેમના વક્તવ્યમાં પણ વારંવાર વ્યક્ત થતો જોવા મળે છે. અંજાર ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહર ધરાવતું નગર છે. નવી શિક્ષણ નીતિ ના સંદર્ભમાં અહીંના ગૃહ ઉદ્યોગને ઉત્તેજન આપતું vocational Education, કચ્છી લોક સંસ્કૃતિને ઉત્તેજન આપતા Performing Art નો પણ વિનયન કોલેજમાં સમાવેશ કરીને જો ‘ મોડેલ કોલેજ ‘ ની સ્થાપના કરવામાં આવે તો નવી શિક્ષણ નીતિ ના અમલીકરણ નું પ્રથમ સોપાન બનવાનું સદભાગ્ય કચ્છના આ શહેરને સાંપડે તેમ છે.

11. અત્યારે સ્વામી વિવેકાનંદ વિદ્યાલય જૂની ઇમારત, ITI નવી ઇમારત , મોડેલ સ્કૂલ જેવા વૈકલ્પિક સ્થળો પણ તદન નજીક ના અંતરે ઉપલબ્ધ છે જ્યાં કામ ચલાઉ ધોરણે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી શકાય તેમ છે. પ્રયોગ શાળા પણ ઉપલબ્ધ છે. આ માટે પૂર્ણ સહયોગની પરિષદ દ્વારા ખાતરી આપીએ છીએ.

અમારી નમ્ર માંગણી અને જાહેર હિતમાં અપીલ છે કે લોકોની અપેક્ષાને ફળીભૂત કરવા, કન્યા કેળવણીને વેગ આપવા, ઉચ્ચ શિક્ષણમાં Gross Enrollment Ratio વધારવા તથા Drop out ratio ઘટાડવા માટે લોક લાગણીને ધ્યાનમાં રાખી અંજાર શહેરને ” સંત જેસલ તોરલ વિનયન અને વિજ્ઞાન કોલેજ ” સરકારી રહે ફાળવવામાં આવે જેથી ઉચ્ચ શિક્ષણની માંગ પણ સંતોષાય તથા આ નામના કારણે પ્રવાસન ક્ષેત્રનો પણ પ્રચાર પ્રસાર થાય અને તેને પણ વેગ મળે.

શિક્ષણ અને વિદ્યાર્થીના હિતમાં ત્વરિત નિર્ણય ની અપેક્ષા સહ..

નકલ રવાના :

૧. માનનીય મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજ્ય
૨. માનનીય શિક્ષણ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય
3. માનનીય સાંસદ સભ્ય શ્રી કચ્છ
૪.માનનીય પ્રભારી મંત્રીશ્રી કચ્છ

આ પત્રનાં જવાબમાં અંજાર ધારાસભ્ય પણ હકરાત્મક અભિગમ દાખવ્યો હતો.

ઐતિહાસિક અંજાર નગરને ‘ સંત જેસલ તોરલ વિનયન અને વિજ્ઞાન કોલેજ ‘ નામાભિધાન સાથે સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ મંજૂર કરાવવા અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ની તાર્કિક રજૂઆત.

વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપવા તથા તેના ઉકેલ માટે સતત પ્રયત્નશીલ એવા વિદ્યાર્થી સંગઠન , અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અંજાર શહેરને સરકારી Arts and Science કોલેજ મળે તે માટે શહેરના સામાજિક, રાજકીય સંગઠનો, સામાજિક સંસ્થાના આગેવાનો વગેરે સાથે સંકલન કરીને તર્કબદ્ધ મુદ્દાઓ તૈયાર કરીને માનનીય ધારાસભ્ય શ્રી ને રજૂઆત કરવામાં આવી. આની નકલ માનનીય મુખ્યમંત્રીશ્રી , માનનીય શિક્ષણ મંત્રી શ્રી, કચ્છ પ્રભારી મંત્રીશ્રી તથા કચ્છના માનનીય સાંસદ સભ્યશ્રી ને પણ રવાના કરવામાં આવી.

માનનીય ધારાસભ્યશ્રી એ આ વાતને ઉમળકાભેર વધાવી લીધી તથા આ માટે અંગત રસ લઈને પૂરતા પ્રયત્નો કરવાની ખાતરી આપી. આ માટે તેમણે આવતાં સપ્તાહે માનનીય મુખ્યમંત્રીશ્રી તથા માનનીય શિક્ષણમંત્રી શ્રી સાથે રૂબરૂ મુલાકાત કરીને રજૂઆત કરવાની તથા આગામી બજેટ સત્રમાં તેને મંજૂરી મળે તે માટે પૂરતા પ્રયત્નો કરવાની ખાતરી આપી છે.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એ પણ માંગણી કરવામાં આવી છે કે પ્રવાસન ક્ષેત્રને વેગ મળે તથા સંતનું સન્માન પણ થાય તે ઉદ્દેશ્યથી જે કોલેજ મંજૂર કરવામાં આવે તેને સંત બેલડી જેસલ તોરલ ના નામ સાથે જોડવામાં આવે.

આ બાબતે અંજારના ધારાસભ્યશ્રી એ ખૂબ સકારાત્મક અભિગમ દાખવ્યો છે જેના લીધે નગરજનોને પણ આશા જાગી છે.

આ આવેદન પત્રક દેવામા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પૂર્વ કચ્છ જિલ્લા અધ્યક્ષ ડો. ભાવેશ ભાઈ ભટ્ટ સાહેબ , પૂર્વ કચ્છ જિલ્લા સંયોજક વ્રજેશ ભાઈ પાવાગઢી અને અંજાર શાખા ના નગર મંત્રી નંદની બેન જોષી જોડાયા હતા ……

અહેવાલ : નીરવ ગોસ્વામી,

માઁ આશાપુરા ન્યુઝ,

અંજાર – ગાંધીધામ.

All Social Media : maa news live

9428748643 / 9725206123

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *