અંતે અંજારની કુખ્યાત રિયા પોલીસ પાંજરે પુરાઈ

Contact News Publisher

અંજારના બસ સ્ટેન્ડ નજીક ‘રોયલ માઈક્રો ફાઈનાન્સ’ના નામે વ્યાજ વટાવનો ધંધો કરતી રીયા ઈશ્વરભાઈ ગોસ્વામી કોઈકની મહેરબાની થી એટલી હિંમત વારી બની ગઈ હતી કે ક્રાઈમ કરવો અને કાયદાને ઘોળીને પી જવો એના ડાબા હાથનો ખેલ બની ગયો હતો.

પણ કહેવાય છે ને કે કાનૂન કે હાથ બહોત લંબે હૈ.

વ્યાજખોર રીયા ગોસ્વામી અને તેની નાની બહેન આરતી, ભાઈ તેજસ ઊર્ફે ચેતલો સહિત પાંચ જણનાં ત્રાસથી આપઘાત કરનારાં અનીશ સાંજીના મૃત્યુના દોઢ મહિને ગોસ્વામી બહેનો પોલીસના હાથે ઝડપાઈ ગઈ છે.

Maa news માં અનિશ નો વીડિયો થયો હતો વાયરલ

અનિશે મૃત્યુ પૂર્વે રીયા અને તેના ભાઈ-બહેન સહિતના આરોપીઓના ત્રાસ અંગે વિસ્તૃત સ્યુસાઈડ નોટ લખી હતી. એટલું જ નહીં, મોબાઈલ ફોનમાં પણ તેમના ત્રાસ અંગેનો વિડિયો રેકોર્ડ કર્યો હતો.

અન્ય ઘણાં બન્યા છે ભોગ

અંજાર જીઆઈડીસીમાં આઈસ ફેક્ટરી ધરાવતાં પંકજભાઈ મગનભાઈ હદવાણી (પટેલ)એ ૩-૦૯-૨૦૨૦ના રોજ તેમની ફેક્ટરીમાં આપઘાત કરેલો તે ગુનામાં પણ રીયા ગોસ્વામી સહિતના ૯ વ્યાજખોરો વિરુધ્ધ ૧૦-૧૦-૨૦૨૦ના રોજ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

રીયા અને તેના ભાઈ તેજસ સામે અંજાર પોલીસ મથકે ૧૮-૦૯-૨૦૨૦ના રોજ નાણાંની પઠાણી ઉઘરાણી મુદ્દે એક યુવકને ધાક-ધમકી કરી બુલેટ લૂંટી લેવાની ફરિયાદ નોંધાઈ હતી
તેજસ સામે ૨૦૧૮માં પણ ગુનો દાખલ થયો હતો

15 thoughts on “અંતે અંજારની કુખ્યાત રિયા પોલીસ પાંજરે પુરાઈ

  1. Pingback: stapelstein
  2. Pingback: Find Out More
  3. Pingback: Lottoexit
  4. Pingback: ai nude
  5. Pingback: pod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *