કચ્છનું એસ.ટી. તંત્ર ઈન્ચાર્જના હવાલે

Contact News Publisher

કચ્છમાં આઠ ડેપો ધરાવતા એસ.ટી. નિગમમાં વર્ગ-2થી માંડી વર્ગ-4ની મોટાભાગની જગ્યાઓ ખાલી હોવાથી વહીવટીથી માંડી ટેકનિકલી કામગીરીમાં મુશ્કેલી અને વિલંબ થતો હોવાનો ગણગણાટ નિગમના કર્મચારીઓમાંથી સાંભળવા મળી રહ્યો છે. એસ.ટી.ના જાણકાર વર્તુળોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લા મથક ભુજ ખાતે એસ.ટી. નિગમની વિભાગીય કચેરીમાં વર્ગ -2ની તમામ રેગ્યુલર જગ્યા ખાલી હોવાથી ઇન્ચાર્જથી ગાડું ગબડાવાય છે, તો વર્ગ-3 અને 4માં ક્લાર્કથી લઈને જુનિયર ક્લાર્ક, ટી.આઈ., એ.ટી.આઈ., મિકેનિકલ, હેલ્પર, પટાવાળા અને ચોકીદાર સુધીની મોટાભાગની જગ્યા ખાલી પડી હોવાથી ટેક્નિકલ સહિતની કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.

સિંહ પજવણીનો વધું એક વિડીયો થયો વાઈરલ સિહની પાછળ કાર દોડાવી ડાલામથ્થાને અસાજીક તત્વો હફાવ્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News