શેખરણપીર ટાપુ નજીકથી શંકાસ્પદ શખ્સ જબ્બે

Contact News Publisher

કચ્છ સરહદે અરબસાગર કિનારે બિનવારસુ ચરસ, માછીમારી બોટ અને અન્ય સામાન વારંવાર પકડાઇ રહયા છે. આ દરમિયાન રવિવારના શેખરનપીર ટાપુ પાસેથી બી.એસ.એફ.ના જવાનોને એક યુવક મળતા કચ્છ સરહદે તૈનાત એજન્સીઓમાં દોડધામ મચી ગઇ હતી. સુરક્ષા એજન્સીઓની રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ વચ્ચે યુવક ટાપુ પર કેવી રીતે પહોંચ્યો તે સવાલ ખડો થયો છે. પ્રાપ્ત વિગતો મુજબ શેખરનપીર ટાપુ પાસેથી બી.એસ.એફ.ને મળેલો શખ્સ અખ્તર હુશેન નામ બોલતો અને આસામાનો રહેવાસી હોવાનું પ્રાથમિક પુછપરછમાં બતાવી રહ્યો છે.

હાલ બી.એસ.એફ.એ શંકાસ્પદ યુવકની નલિયા મધ્યે મેડકીલ કરાવવા માટે વાયોર પોલીસને સુપ્રત કર્યો છે. સુરક્ષા એજન્સીઓ માટે મોટોએ પ્રશ્ન છે કે, આ યુવાન અખતર હુશેન છેક શેખરન પીર પાસે પહોંચ્યો કઇ રીતે. સુત્રોના મતે પકડાયેલો યુવાન વધુ કાંઇ બોલતો નથી અને બી.એસ.એફ. પણ અા અંગે વધુ કોઇ ફોડ પાડયો નથી.

અા રીતે સરહદ સુધી જવાન પહોંચ્યો અને પકડાયો એ ગંભીર માનવામાં અાવે છે. નોંધનીય છે કે, છેલ્લા બે સપ્તાહથી ચરસના બિનવારસુ પેકેટ એ પૂર્વે બિનવારસુ માછીમારી બોટ મળી હોવાથી સુરક્ષા એજન્સીઓ રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરી રહી છે તેમ છતાંય અાસામનો કહેવાતો આ યુવક શેખરનપીર સુધી કેવી રીતે પહોંચી ગયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News