માંડવીના સામા કાંઠા વિસ્તારમાં શનિવારે પાણીનું વિતરણ ઠપ્પ

Contact News Publisher

માંડવી નગરપાલિકાની પાણી પુરવઠા લાઈનમાં ઉપરથી બે એમ.એલ.ડી. પાણીનો પુરવઠો અોછો આવતાં સામા કાંઠાના વિસ્તારમાં શનિવારે પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઇ હતી, જેના પગલે પાલિકાના પાણી પુરવઠા ચેરમેન રૂકમાવતી નદીના સંપ પર દોડી ગયા હતા.

શુક્રવારના મંગવાણાથી નિયમિત 4 એમએલડી પાણી વિતરણના બદલે 2 એમએલડી પાણી મળવા સાથે બિદડાની લાઈનમાંથી પાણી વિતરણ થતું હોવાથી ટેકનિકલ કારણોસર ઉપરથી પાણી ઓછું આવતાં સામા કાંઠા વિસ્તારના ઝોનમાં અંદાજિત 4000 જેટલા નળ કનેકશન ધરાવતા લોકોને સવારે પાણી નસીબ થયું ન હતું.

લોકોની ફરિયાદ ઉઠ્યા બાદ નગરપાલિકાના પાણી પુરવઠાના ચેરમેન ગીતાબેન પંકજ રાજગોર લોકોની સમસ્યાઓને વાચા આપવા માટે રૂકમાવતી નદી ખાતે શહેર આખાનું પાણી સ્ટોરેજ કરતાં સમ્પ સ્ટેશન પહોંચીને પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓ સાથે વિચારવિમર્શ કરીને રવિવારથી નિયમિત સામા કાંઠે પાણી પુરવઠો નિયમિત પણે વિતરણ કરવામાં આવશે તેવી વ્યવસ્થા ગોઠવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *