ભાજપના 12 હજાર વિસ્તારકો 182 બેઠકો પર મતદારોનું વલણ જાણશે, બુથ લેવલે સરકારી યોજનાઓની માહિતી આપશે

Contact News Publisher

ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે પક્ષના નેતાઓને લોકો સુધી પહોંચવા માર્ગદર્શન આપ્યું હતું. - Divya Bhaskar

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે.રાજ્યમાં આ વખતે ત્રિપાંખીયો જંગ ખેલાવા જઈ રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણી માટે કમરકસી છે. ત્રણેય રાજકીય પક્ષોના કેન્દ્રીય નેતાઓની ગુજરાતમાં અવરજવર શરૂ થઈ ગઈ છે. ત્યારે ભાજપે 182 સીટોના ટાર્ગેટને પુરો કરવા માટેની મજબૂત તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે હવે આગામી 11થી 13 જૂન દરમિયાન વિરાટ સંપર્ક અભિયાન યોજવા તૈયારી કરી છે.

11થી 13 જૂન સુધી વિસ્તારકોના પ્રવાસો ગોઠવાશે
ચૂંટણીના માઇક્રો મેનેજમેન્ટના ભાગરૂપે પ્રત્યેક બૂથથી માંડીને વિધાનસભા કે લોકસભા વિસ્તારમાં કેવી રીતે સંગઠનાત્મક વ્યુહરચના ગોઠવવી તેના આયોજન થતાં હોય છે. આ માઇક્રો મેનેજમેન્ટ મુજબ અલ્પકાલિન અને દિર્ઘકાલિન વિસ્તારકોના પ્રવાસો ગોઠવવામાં આવે છે.આ રાજકીય પ્રવાસોના ફીડબેકના આધારે 11થી 13 જૂન દરમિયાન વિસ્તારકોના પ્રવાસો ગોઠવાશે.અલ્પકાલિન વિસ્તારકોમાં ફરીથી મંત્રીઓથી માંડીને જનપ્રતિનિધિઓ, આગેવાન કાર્યકરોને શક્તિકેન્દ્રો સુધીના સ્તરે મોકલાશે.

10,069 શક્તિકેન્દ્રોમાં 12,500 વિસ્તારકો જશે
ગત મહિને મળેલી ભાજપ પ્રદેશની બેઠકમાં તૈયાર થયેલા કાર્યક્રમ મુજબ, આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી વિસ્તારક યોજના તૈયાર કરાઇ હતી. છ માસ માટેના યુવા વિસ્તારકોએ પહેલા ફેઝમાં 104 વર્ગો યોજ્યા છે અને હવે જૂનના બીજા સપ્તાહમાં બાકી રહેલી વિધાનસભા વિસ્તારોમાં જશે. સમગ્ર 182 વિધાનસભા માટે આ વિસ્તારકો નીકળશે.આગામી 11થી13 જૂન દરમિયાન અલ્પકાલિન વિસ્તારકોની યોજના બનાવી છે. જે 10,069 શક્તિકેન્દ્રોમાં 12,500 વિસ્તારકો જશે. આ તમામ શક્તિકેન્દ્રો પર જઈને પેજ સમિતિના પ્રમુખો, પેજ સમિતિના સદસ્યો, બૂથની સમિતિ, બૂથમાં રહેલા લાભાર્થીઓનો સંપર્ક કરશે.

ધારાસભ્યો અને સંસદ સભ્યો પણ અભિયાનમાં જોડાશે
આ અલ્પકાલિન વિસ્તારકમાં પ્રદેશ પદાધિકારીઓ અને રાજય સરકારમાં રહેલા તમામ મંત્રીઓ, પદાધિકારીઓ, કારોબારી સદસ્યો અને મોરચાના સદસ્યો વગેરે જોડાશે. ભાજપના આ વિરાટ સંપર્ક અભિયાનમાં 51 હજાર બૂથ સુધી વિસ્તારકો ભાજપ સરકારના કાર્યક્રમો, યોજનાઓ, સંગઠનાત્મક બાબતો અંગે જનતા સુધી પહોંચાડવા પ્રયાસ થશે. આ સાથે પેજ સમિતિના સદસ્યો સુધીનો આ સંપર્કનો વિરાટ અભિયાન યોજાશે.આ દરમિયાન કાર્યકર્તાઓ ચૂંટાયેલ પ્રતિનિધિઓ લોકોની વચ્ચે જઈને કેન્દ્ર સરકારની આઠ વર્ષની સિદ્ધિઓ રજુ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News