175 કિલોમીટરનો રોડ માત્ર 105 કલાકમાં બનાવ્યો એન.એચ.આઈ.એ.નું નામ ગિનિસ બુકમાં નોંધાયું

Contact News Publisher

Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નેશનલ હાઈ વે ઓથોરીટી એ એક એવું કામ કર્યું છે જેના કારણે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોડ્ર્સમાં તેનું નામ નોંધાઈ ગયું છે. કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ સિદ્ધિ બદલ ખુબ પ્રશંસા કરી અને કહ્યું કે  ગઇંઅઈં નું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ગયું છે.

ગઇંઅઈં એ આ રેકોર્ડ 75 કિમી નો એક રોડ માત્ર 105 કલાકમાં બનાવીને પોતાના નામે કર્યો. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ અંગે જણાવ્યું કે  ગઇંઅઈંએ 105 કલાક અને 33 મિનિટના રેકોર્ડ સમયમાં એઙ્ગએેચે-53 પર અમરાવતીથી અકોલા વચ્ચે સફળતાપૂર્વક સિંગલ લેનમાં 75 કિમી સુધી સતત બિટુમિનસ કોંક્રિટ રોડ બનાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

ગડકરીએ ટ્વીટ કરીને કહ્યું કે સમગ્ર દેશ માટે આ ગર્વની પળ છે. એઙ્ગએચ-53 સેક્શન પર અમરાવતી અને અકોલા વચ્ચે સિંગલ લેનમાં 75 કિમી સતત બિટુમિનસ કોંક્રીટ રોડ બનાવવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવા બદલ અમારી ગઇંઅઈંની અસાધારણ ટીમ, ક્ધસલ્ટન્ટ્સ અને ક્ધસેશનેયર, રાજપથ ઈન્ફ્રાકોન પ્રાઈવેટ લિમિટેડ અને જગદીશ કદમને અભિનંદન પાઠવતા ખુબ આનંદ થઈ રહ્યો છે.

અમારા એન્જિનિયર્સ અને શ્રમિકોનો હું ખાસ આભાર માનું છું. જેમણે આ અસાધારણ ઉપલબ્ધિ મેળવવા માટે દિવસ રાત મહેનત કરી.
અત્રે જણાવવાનું કે આ અગાઉ આ રેકોર્ડ કતારના નામે હતો.એક રિપોર્ટ મુજબ 27 ફેબ્રુઆરી 2019માં કતારના લોક નિમર્ણિ પ્રાધિકરણે સૌથી ઝડપી 22 કિમી રોડ નિમર્ણિ કરીને આ રેકોર્ડ બનાવ્યો હતો. હવે આ રેકોર્ડ ભારતે પોતાના નામે કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *