ગૃહમંત્રીના આદેશને પગલે કાશ્મીરમાં આતંકીના 18 સમર્થકો પકડાયા

Contact News Publisher

Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ તેમજ કાવતરા અને અમરનાથ યાત્રા પર જોખમ હોવાની આશંકા વચ્ચે તોફાનીઓ અને આતંકીઓને સબક શીખડાવવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા નિર્દેશને પગલે આતંકી નેટવર્ક પર જોરદાર પ્રહાર કરવામાં આવી રહ્યો છે.

આ અભિયાન મુજબ છેલ્લા 24 કલાકમાં ચાર આતંકવાદીઓને ઢાળી દેવામાં આવ્યા છે. જ્યારે 18 જેટલા આતંકીના ટેકેદારોની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ અને સેનાના જવાનો દ્વારા આતંકવાદીઓના સમર્થકોને શોધવામાં આવી રહ્યા છે.

બે દિવસ પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા હાઈલેવલની બેઠક બોલાવવામાં આવી હતી અને તેમાં આતંકવાદની વિધ્ધમાં ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાની સૂચના આપવામાં આવી હતી અને સુરક્ષા દળોને સ્પષ્ટ રીતે નિર્દેશ કરવામાં આવ્યો હતો કે, કાશ્મીરની શાંતિનો ભંગ કરનારા તોફાનીઓ અને આતંકીઓને ગોતી ગોતીને મારવામાં આવે.

ત્યારબાદ આતંકીઓ તેમજ આતંકવાદીના ટેકેદાર વિધ્ધ અભિયાન ચલાવવામાં આવ્યું હતું અને 24 કલાકની અંદર ચાર આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા અને સર્ચ અભિયાન ચલાવવામાં આવ્યું હતું જેમાં આતંકવાદીઓના 18 જેટલા ટેકેદારોને પકડી લેવામાં આવ્યા છે અને તેમની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે.

આગામી દિવસોમાં આવા વધુ કેટલાક તત્વોની ધરપકડ થઈ શકે છે. કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા માટે તેમજ ટાર્ગેટ કિલિંગમાં સહાયતા કરનારાઓને સેના અને પોલીસ દ્વારા શોધવામાં આવી રહ્યા છે. પાછલા દિવસો દરમિયાન કાશ્મીરી પંડિત સમૂદાયના લોકોની હત્યા થઈ હતી તેમજ બહારના રાજ્યોના મજૂરો અને કર્મચારીઓ પર હુમલા કરવામાં આવ્યા હતા. કાશ્મીરમાં એકાએક અશાંતિમાં વધારો થઈ ગયો હતો અને રાજકીય રીતે પણ આ મુદ્દો ખુબ જ ગરમ બની ગયો હતો અને તેને પગલે કેન્દ્રીય ગૃહમંત્રીએ તત્કાળ હાઈલેવલની બેઠક બોલાવી હતી અને ત્યારબાદ કાશ્મીરમાં આતંકી નેટવર્ક પર જોરદાર પ્રહાર કરવામાં આવી રહ્યો છે.

1 thought on “ગૃહમંત્રીના આદેશને પગલે કાશ્મીરમાં આતંકીના 18 સમર્થકો પકડાયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *