દેશમાં કોરોનાએ જોર પકડ્યું:એક દિવસમાં ૮,૩૨૯ પોઝીટીવ કેસ નોંધાયા

Contact News Publisher

Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં હવે કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવી રહ્યો છે જે નવી લહેરનો સંકેત છે. જૂનના પહેલા અઠવાડિયામાં દેશમાં કોરોનાએ જોર પકડું છે. દેશમાં આજે કોરોનાના ૮,૩૨૯ નવા કેસ નોંધાયા છે જે ગઈકાલે કરતા ૧૦ ટકા વધારે છે. છેલ્લા ચોવીસ કલાકમાં ભારતમાં કોરોનાથી ૧૦ લોકોના મોત થયા છે અને ૪૨૧૬ લોકો સાજા થયા છે. કોરોનાથી મોત મામલે ભારતની સ્થિતિ સારી છે પરંતુ કેસમાં નિરંતર વધારો આવી રહ્યો છે જે ચિંતાનો વિષય છે.

દેશમાં જે રીતે દૈનિક કેસમાં વધારો આવી રહ્યો છે તે જોતા લાગી રહ્યું છે કે કોરોનાની નવી લહેર શ થઈ છે. છેલ્લા ૭ દિવસનો ટ્રેન્ડ જુઓ તો દેશમાં કોરોનાના દર્દીઓ બમણા થઈ ગયા છે. ૪ જૂને દેશમાં ૪૨૭૦ પોઝિટિવ આવ્યા હતા. શુક્રવારે, ૮,૨૬૩ નવા ચેપ મળી આવ્યા હતા, જે આ વર્ષે સૌથી વધુ કેસ છે. સાથે જ છેલ્લા ૨૪ કલાકમાં ૪૨૦૦ દર્દીઓ સાજા થયા છે. યારે ૧૦ સંક્રમિત લોકોના મોત થયા હતા. આ પહેલા ગુવારે દેશમાં ૭,૫૮૪ દર્દીઓ મળ્યા હતા અને ૨૪ના મોત થયા હતા. કોરોનાના નવા કેસોના મામલામાં મહારાષ્ટ્ર્ર બીજા દિવસે પણ ટોપ પર રહ્યું, તો સાથે જ કેરળના દૈનિક કેસ પણ ડરાવનારા છે. અમને દરરોજ બે હજાર પોઝિટિવ મળે છે. આ સાથે જ કર્ણાટક સરકારે રાયમાં માસ્ક ફરજિયાત કરી દીધા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોરોનાના શઆતના દિવસોથી દેશમાં કુલ દર્દીઓની સંખ્યા ૪ કરોડ ૩૨ લાખથી વધુ થઈ ગઈ છે. સાથે જ ૩૮.૯ દર્દીઓની સારવાર ચાલી રહી છે. ૫.૨૪ લાખથી વધુ દર્દીઓના મોત થયા હતા

કેરળમાં હજુ પણ ૨૦૦૦થી વધુ કેસ
મહારાષ્ટ્ર્ર બાદ બીજો નંબર કેરળનો આવે છે, કેરળમાં દૈનિક ધોરણે ૨ હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૪૧૫ નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે, ૧૩૦૧ દર્દીઓ સાજા થયા છે અને ૫ સંક્રમિત લોકોના મોત થયા છે. કેરળમાં પોઝિટિવિટી રેટ ૧૩.૧૯ ટકા છે, એટલે કે ૧૦૦માંથી લગભગ ૧૩ દર્દીઓ સંક્રમિત થઈ રહ્યા છે, જે અન્ય રાયોની તુલનામાં ઘણો વધારે છે

કર્ણાટકમાં માસ્ક ફરી ફરજિયાત કરવામાં આવ્યા
કર્ણાટકમાં સતત વધી રહેલા કોરોનાના કેસોને જોતા રાય સરકારે શુક્રવારે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. નવી ગાઈડલાઈન મુજબ મોલ, જાહેર કાર્યક્રમો, હોટલ, પબ, રેસ્ટોરન્ટ, શૈક્ષણિક કેન્દ્રો, કારખાના, ઓફિસ, હોસ્ટેલમાં ફેસ માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે. કર્ણાટકમાં કોરોનાના નવા કેસ ૨% ને પાર કરી ગયા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *