દેશમાં ડેઈલી કેસ 10000 સુધી પહોંચી ગયા

Contact News Publisher

Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં કોરોનાવાયરસ મહામારીની રફતાર સતત વધી રહી છે અને દરરોજના કેસમાં ભારે વધારો નોંધાઈ રહ્યો છે અને ચિંતાજનક બાબત એ છે કે દેશમાં હવે દરરોજ ના કેસ દસ હજાર સુધી પહોંચી ગયા છે અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે.

મહારાષ્ટ્ર અને દિલ્હીની હાલત સૌથી વધુ ખરાબ બતાવવામાં આવી રહી છે કારણ કે જ્યાં દરરોજ ભારે મોટી સંખ્યામાં નવા કેસ બહાર આવી રહ્યા છે અને મહારાષ્ટ્રમાં કેટલાક જિલ્લાઓમાં માસક ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે અને કોરોનાવાયરસ ના નિયમોનું પાલન કરવાની વારંવાર લોકોને તાકીદ કરવામાં આવી રહી છે.દેશમાં 109 દિવસના લાંબા ગાળા બાદ ગઈકાલે દરરોજના કેસ દસ હજારસુધી પહોંચી ગયા હતા અને અલગ-અલગ રાજ્યોમાં નવા કેસમાં વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં ચાર હજારથી વધુ નવા કેસ બહાર આવ્યા હતા અને બે દર્દીના મૃત્યુ પણ નોંધાયા છે ત્યારે ચિંતા વધી ગઈ છે.

ખાસ કરીને મુંબઈમાં સૌથી વધુ કેસ આવી રહ્યા છે ત્યારબાદ થાણે, નવી મુંબઈ અને પૂણેમાં સૌથી વધુ કેસ બહાર આવી રહ્યા છે અને મુંબઈમાં ગઈ કાલે એક જ દિવસમાં 2300 નવા કેસ બહાર આવ્યા હતા અને મુંબઈમાં અનેક જગ્યા પર ચેકિંગ અને ટેસ્ટિંગ ની કાર્યવાહી ઝડપી બનાવવામાં આવી છે.
દિલ્હીમાં પણ ભારે ગતિ સાથે જ આવા કેસમાં વધારો થઈ રહ્યો છે અને એક જ દિવસમાં 1400 નવા કેસ બહાર આવ્યા હતા અને દિલ્હીમાં પણ અનેક વિસ્તારોમાં ટેસ્ટિંગની કાર્યવાહી ઝડપી બનાવવામાં આવી છે હોસ્પિટલોમાં દર્દીઓ માટે દરેક સુવિધા ઊભી કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *