મુંબઈમાં અતિ ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત, ઓરેન્જ એલર્ટ

Contact News Publisher

Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુંબઈમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવામાન વિભાગએ મુંબઈમાં વરસાદને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સમગ્ર શહેરમાં ટ્રેન અને બસ સેવાને માઠી અસર થઈ છે. કુલર્,િ ચેમ્બુર, સાયન, દાદર અને અંધેરી સહિત મુંબઈના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો.

એક અધિકારીએ જણાવ્યું કે હવામાન વિભાગ એ ઓરેન્જ એલર્ટ સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે, જેમાં 1 અને 2 જુલાઈએ શહેરના કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મ્યુનિસિપલ અધિકારીઓએ જણાવ્યું હતું કે સિઝનના પ્રથમ ભારે વરસાદને કારણે ગુરુવારે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

હિંદમાતા, પરેલ, કાલાચોકી, હાજી અલી, ડોકયાર્ડ રોડ, ગાંધી માર્કેટ અને બાંદ્રા જેવા વિસ્તારોમાં, ઘણા રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે રોડ ટ્રાફિક ધીમો પડી ગયો અથવા બંધ થઈ ગયો. પાણીના ભારે પ્રવાહ અને પૂરના કારણે બીએમસીએ અંધેરી મેટ્રોને પશ્ચિમી ઉપ્નગરોમાં ટ્રાફિક માટે બંધ કરી દીધી હતી.

ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ઘણી જગ્યાએ લોકો ઘૂંટણિયા સુધીના પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા હતા અને ઘણા વાહનચાલકો કલાકો સુધી જામમાં અટવાયા હતા. સત્તાવાર માહિતી અનુસાર, ગુરુવારે સવારે 8 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધીમાં શહેરમાં 119.09 મિમી, પશ્ચિમ ઉપ્નગરોમાં 78.69 મિમી અને પૂર્વ ઉપ્નગરોમાં 58.40 મિમી વરસાદ નોંધાયો હતો.
શહેરમાં અવિરત વરસાદ વચ્ચે કાલબાદેવી અને સાયન વિસ્તારમાં મકાન ધરાશાયી થવાની બે ઘટનાઓ બની છે. જો કે અધિકારીઓએ માહિતી આપી છે કે આ ઘટનાને કારણે કોઈને ઈજા થઈ નથી. લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *