NHAI દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રવ્યાપી વૃક્ષારોપણ અભિયાનનું આયોજન

Contact News Publisher

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત, NHAIએ 17મી જુલાઈ 2022ના રોજ રાષ્ટ્રવ્યાપી વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કર્યુ છે. જેનો ઉદ્દેશ્ય એક જ દિવસે દેશભરમાં લગભગ એક લાખ રોપાઓનું વાવેતર કરવાનો છે. NHAIના પ્રાદેશિક કાર્યાલયોએ વાવેતર માટે 100 જગ્યાઓ ઓળખી છે જે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર, NHAI લેન્ડ પાર્સલ અને ટોલ પ્લાઝા પર સ્થિત છે. NHAIનો ઉદ્દેશ્ય ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરતા અમૃત મહોત્સવને ચિહ્નિત કરવા 15મી ઓગસ્ટ 2022 સુધી 75 લાખ વૃક્ષારોપણ હાંસલ કરવાનો છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરી, મંત્રાલય અને NHAIના વરિષ્ઠ અધિકારીઓ વૃક્ષારોપણ અભિયાનમાં ભાગ લેશે.

પર્યાવરણના ટકાઉપણાનો સંદેશ ફેલાવતા આ અભિયાનમાં જનપ્રતિનિધિઓ, નાગરિક સમાજના સ્થાનિક લોકો, એનજીઓ અને કોલેજના વિદ્યાર્થીઓની ભાગીદારી જોવા મળશે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, આસામ અને આંધ્રપ્રદેશ રાજ્યોમાં મહિલા સ્વસહાય જૂથો (SHGs) પણ રોપાના વાવેતર અને જાળવણી માટે સામેલ થશે.

એનએચએઆઈ પર્યાવરણને અનુકૂળ રાષ્ટ્રીય ધોરીમાર્ગો વિકસાવવા માટે સમયાંતરે વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરે છે. રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશન (SRLMs) અને વન અને બાગાયત નિષ્ણાતો દ્વારા રાહતદાતાઓ, રાજ્ય સરકારની એજન્સીઓ, ખાનગી વાવેતર એજન્સીઓ મહિલા SHGsને સામેલ કરીને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર સામૂહિક રીતે વાવેતરને સંતૃપ્ત કરવાનું વિઝન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *