કોવિડ રસીકરણ- ફ્રી પ્રિકોશન ડોઝ કલેકટરશ્રી પ્રવિણા ડી.કે. એ કલેકટર કચેરી ખાતે ફ્રી પ્રિકોશન ડોઝ રસીકરણનો પ્રારંભ કરાવ્યો

Contact News Publisher

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત આજથી
૭૫ દિવસ સુધી કોરોના રસીના ત્રણેય ડોઝ મળશે
૦ ૦ ૦
૧૮ થી ૫૯ વર્ષની વયજુથના તમામને જિલ્લાના
આરોગ્ય કેન્દ્રમાં રસીકરણ કરાવી શકશે

ભુજ, શુક્રવારઃ

આઝાદીકા અમૃતમહોત્સવ અંતર્ગત આજથી ૭૫ દિવસ સુધી ચાલનારા ૧૮ થી ૫૯ વર્ષની વય જુથ માટેના ફ્રી પ્રિકોશન ડોઝનો પ્રારંભ કલેકટરશ્રી પ્રવિણા ડી.કે. એ કલેકટર કચેરી ખાતે કર્યો હતો.

આ તકે તેમણે જણાવ્યું હતું કે, આજથી રાજયમાં પ્રારંભ કોવીડ-૧૯ના ફ્રી પ્રિકોશન ડોઝ સહિત અન્ય રસીનો તમામ જિલ્લાવાસીઓએ લાભ લેવો. જિલ્લામાં આજે ૨૬ સ્થળોએ શરુઆત કરાઈ છે. આ રસી વિનામૂલ્યે મળશે તે લઇને કોરોનાને હરાવવામાં અગમચેતી વાપરીએ સ્વસ્થ રહીએ.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્માએ આ તકે જણાવ્યું હતું કે, જિલ્લાની દરેક (પીએચસી) પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર અને યુપીએચસી- અર્બન હેલ્થ સેન્ટર ખાતે ૭૫ દિવસ સુધી વિનામૂલ્યે કોવીશીલ્ડ, કોવેકસીન અને કોર્બેવેકસ મળી શકશે. પાત્રતા ધરાવતા દરેકે આ વેકસીન લેવી તેવો તેમણે અનુરોધ કર્યો હતો.
અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી આર.આર.ફુલમાલીએ જણાવ્યું હતું કે, હાલે કોવીશીલ્ડના કુલ ૧૦૪૮૫૭૫ અને કોવેકસીનના ૧૧૩૭૫૮ પ્રિકોશન ડોઝ બાકી છે. જિલ્લામાં ૨૬ સ્થળોએ રસીકરણ કરાશે તેમજ હાલે ૪૫,૪૨૦ કુલ ત્રણે રસીનો જથ્થો ઉપલબ્ધ છે. જરૂર પડે બીજો જથ્થો મંગાવતાં રહીશું.
આ પ્રસંગે નિવાસી અધિક કલેકટરશ્રી હનુમંતસિંહ જાડેજા, ભુજ પ્રાંત અધિકારીશ્રી અતિરાગ ચપલોત, ડો.પ્રજાપતિ, આરોગ્યકર્મીઓશ્રી શિવદત્તસિંહ ચુડાસમા, ભરતભાઇ વણસોલા, વનીતાબેન રાઠોડ, હનીસાબેન સમેજા, કલેકટર કચેરીના કર્મયોગીઓ અને લાભાર્થીઓ હાજર રહયા હતા.
હેમલતા પારેખ/સીદીક કેવર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *