શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા આયોજિત મફત પ્રિકોશન ડોઝ માટે રસીકરણ ડ્રાઇવ મંત્રીએ તમામ પાત્રતા ધરાવતા લોકોને રસી મૂકાવવા વિનંતી કરી

Contact News Publisher

પોતાને સુરક્ષિત કરીને, સમાજ અને દેશને કોવિડ-19 રોગચાળાથી સુરક્ષિત કરી શકાય છે; ભૂપેન્દ્ર યાદવ

શ્રમ અને રોજગાર મંત્રાલયે આજે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ના ભાગ રૂપે શ્રમ શક્તિ ભવન ખાતે કોવિડ-19 માટે મફત સાવચેતીના ડોઝ માટે રસીકરણ ડ્રાઇવનું આયોજન કર્યું હતું. શ્રી શ્રમ અને રોજગાર, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે બુસ્ટર ડોઝ લઈને રસીકરણ અભિયાનની શરૂઆત કરી. શ્રી સુનિલ બર્થવાલ, સચિવ, શ્રમ અને રોજગાર દ્વારા પણ કોવિડ-19 માટે પ્રિકોશન રસી લેવામાં આવી હતી.

કોવિડ-19ના નિ:શુલ્ક પ્રિકોશન ડોઝના પ્રારંભ દરમિયાન તેમના સંબોધનમાં મંત્રીશ્રીએ તમામ પાત્ર વ્યક્તિઓને રસી મૂકાવવા વિનંતી કરી. તેમણે કહ્યું કે પોતાની જાતને સુરક્ષિત કરીને સમાજ અને દેશને કોવિડ-19 મહામારીથી સુરક્ષિત કરી શકાય છે. તેમણે વધુમાં માહિતી આપી હતી કે સમગ્ર ભારતમાં શ્રમ અને રોજગાર મંત્રાલય અને તેની સંસ્થાઓ હેઠળના તમામ સ્ટાફને આગામી 75 દિવસમાં ESICના ડોકટરો/પેરા-મેડિકલ્સની મદદથી રસી આપવામાં આવશે. ઇવેન્ટ દરમિયાન 150થી વધુ લોકોને કોવિડ -19 ના સાવચેતીના ડોઝ સાથે રસી આપવામાં આવી હતી.

ભારત સરકાર દ્વારા કોવિડ -19ના પ્રિકોશન ડોઝ પાત્ર પુખ્તો માટે રસીકરણ કેન્દ્રો પર મફત આપવા માટે સમગ્ર દેશમાં એક અભિયાન શરૂ કરાયું છે. કોઈપણ ESIC હોસ્પિટલોમાં પણ મફત પ્રિકોશન ડોઝની સુવિધા મેળવી શકાય છે. સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણીમાં, રસીકરણ અભિયાન આજથી શરૂ થયું હતું અને તે આગામી 75 દિવસ સુધી ચાલુ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News