પ્રધાનમંત્રીએ શ્રીમતી દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા એ માટે અભિનંદન પાઠવ્યા

Contact News Publisher

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીમતી દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા એ માટે અભિનંદન પાઠવ્યા છે.

ટ્વીટ્સની શ્રેણીમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;

“ભારત ઈતિહાસ આલેખે છે. એવા સમયે જ્યારે 1.3 અબજ ભારતીયો આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે, ત્યારે પૂર્વ ભારતના દૂરના ભાગમાં જન્મેલા આદિવાસી સમુદાયમાંથી આવતી ભારતની એક દીકરી આપણા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવી છે!

“શ્રીમતી દ્રૌપદી મુર્મુ જીને આ પરાક્રમ પર અભિનંદન.”

“શ્રીમતી દ્રૌપદી મુર્મુ જીનું જીવન, તેમનો પ્રારંભિક સંઘર્ષ, તેમની સમૃદ્ધ સેવા અને તેમની અનુકરણીય સફળતા દરેક ભારતીયને પ્રેરિત કરે છે. તેઓ આપણા નાગરિકો, ખાસ કરીને ગરીબ, હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને દલિત લોકો માટે આશાના કિરણ તરીકે ઉભરી આવ્યા છે.”

“શ્રીમતી દ્રૌપદી મુર્મુ જી એક ઉત્કૃષ્ટ ધારાસભ્ય અને મંત્રી રહ્યા છે. ઝારખંડના રાજ્યપાલ તરીકે તેમનો ઉત્તમ કાર્યકાળ હતો. મને ખાતરી છે કે તેઓ એક ઉત્કૃષ્ટ રાષ્ટ્રપતિ બની રહેશે જે અગ્રેસર રહી નેતૃત્વ કરશે અને ભારતની વિકાસ યાત્રાને મજબૂત કરશે.”

“હું પાર્ટીના તમામ સાંસદો અને ધારાસભ્યોનો આભાર માનું છું કે જેમણે શ્રીમતી દ્રૌપદી મુર્મુ જીની ઉમેદવારીનું સમર્થન કર્યું છે. તેમની વિક્રમી જીત આપણી લોકશાહી માટે શુભ સંકેત છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News