હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા દમણની ગ્રામ પંચાયતોમાં બેઠકો અને ગ્રામસભાનો પ્રારંભ કરાયો

Contact News Publisher

WhatsApp Image 2022-07-23 at 12.20.53 PM.jpeg

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા દમણની તમામ ગ્રામ પંચાયતોમાં બેઠકો અને ગ્રામસભાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવમાં 13થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા માટે દેશવાસીઓને અપીલ કરવામાં આવી હતી. જેના સંદર્ભે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પ્રશાસક શ્રી પ્રફુલ પટેલના માર્ગદર્શનમાં ગ્રામ પંચાયતોમાં વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

લોકોમાં આ વિષયે જાગરૂકતા લાવવા માટે તમામ ગ્રામ પંચાયતો દ્વારા વોર્ડસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દમણમાં દરેક પંચાયત વિસ્તારોમાં રાત્રી બેઠકનું આયોજન કરી માહિતી આપવામાં આવી રહી છે. મોડી સાંજે લોકો પોતાના ઘરો અને શેરીમાં ભેગા થાય છે જેથી સરળતાથી માહિતી આપી શકાય. પંચાયતના સરપંચ અને સચિવ દ્વારા લોકોને આઝાદી કા અમૃત મહોત્સવના મહત્વની સમજણ પણ અપાય છે છે.આપણા સ્વતંત્રતા સેનાનીઓ અને નામી અને ગુમનામી લોકો દ્વારા ભારતની આઝાદી માટે પ્રયાસ અને કાર્યો કર્યા હતા તેમનું આઝાદી કા અમૃત મહોત્સવમાં સ્મરણ કરવામાં આવી રહ્યું છે. 13 થી15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા  લહેરાશે. તિરંગા ધ્વજનું માપ અને ફરકાવાના નિયમોની પણ સમજણ આપવામાં આવી રહી છે.11 થી 15 ઓગસ્ટ સુધી વિભિન્ન કાર્યક્રમો પણ યોજાશે. સવારે પ્રભાત ફેરીનું પણ આયોજન કરવામાં આવશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *