પીએમ 25મી જુલાઈએ સ્વર્ગસ્થ શ્રી હરમોહન સિંહ યાદવની 10મી પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમને સંબોધન કરશે

Contact News Publisher

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25મી જુલાઈ, 2022ના રોજ સાંજે 4:30 વાગ્યે સ્વર્ગસ્થ શ્રી હરમોહન સિંહ યાદવની 10મી પુણ્યતિથિ નિમિત્તે એક કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કરશે.

શ્રી હરમોહન સિંહ યાદવ (18 ઑક્ટોબર, 1921 – 25 જુલાઈ, 2012) યાદવ સમુદાયની એક મહાન વ્યક્તિ અને નેતા હતા. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીની સહભાગિતા ખેડૂતો, પછાત વર્ગો અને સમાજના અન્ય વર્ગો માટે દિવંગત નેતાના યોગદાનને માન્યતા આપવા માટે છે.

શ્રી હરમોહન સિંહ યાદવ લાંબા સમય સુધી રાજકારણમાં સક્રિય રહ્યા અને MLC, MLA, રાજ્યસભાના સભ્ય અને ‘અખિલ ભારતીય યાદવ મહાસભા’ના અધ્યક્ષ તરીકે વિવિધ ક્ષમતાઓમાં સેવા આપી. તેમણે તેમના પુત્ર શ્રી સુખરામ સિંહની મદદથી કાનપુર અને તેની આસપાસ ઘણી શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

શ્રી હરમોહન સિંહ યાદવને 1984ના શીખ વિરોધી રમખાણો દરમિયાન અનેક શીખોના જીવનની રક્ષામાં બહાદુરી દર્શાવવા બદલ 1991માં શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News