એક ઐતિહાસિક પહેલમાં પ્રધાનમંત્રીએ 30 જુલાઈના રોજ ઊર્જા ક્ષેત્રની નવીનીકરણીય વિતરણ ક્ષેત્રની યોજનાનો શુભારંભ કર્યો

Contact News Publisher

યોજનાનો પાંચ વર્ષનો ખર્ચ: 3 લાખ કરોડ રૂપિયાથી વધુ
આ યોજનાનો ઉદ્દેશ ડિસ્કોમ કંપનીઓ અને ઊર્જા વિભાગોની કાર્યકારી કાર્યક્ષમતા અને નાણાકીય સ્થિરતામાં સુધારો કરવાનો છે

પ્રધાનમંત્રીએ ‘ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય – પાવર @2047’ની પૂર્ણાહુતિ પ્રસંગે ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લીધો
પ્રધાનમંત્રીએ રૂ. 5200 કરોડથી વધારેનાં મૂલ્યના એનટીપીસીના વિવિધ ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો

પ્રધાનમંત્રીએ નેશનલ સોલર રૂફટોપ પોર્ટલનો પણ શુભારંભ કરાવ્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 30 જુલાઈનાં રોજ બપોરે 12:30 કલાકે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ‘ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય – પાવર @2047’ની પૂર્ણાહૂતિ સ્વરૂપે ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ નવીનીકરણ થયેલ વિતરણ ક્ષેત્ર યોજનાનો શુભારંભ કર્યો હતો. તેમણે એનટીપીસીના વિવિધ ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. તેમણે નેશનલ સોલર રૂફટોપ પોર્ટલનો પણ શુભારંભ કરાવ્યો હતો.

પ્રધાનમંત્રીનાં નેતૃત્વમાં સરકારે પાવર સેક્ટરમાં અનેક પથપ્રદર્શક પહેલ હાથ ધરી છે. આ સુધારાઓએ આ ક્ષેત્રમાં પરિવર્તન લાવ્યું છે, જેમાં તમામ માટે વાજબી કિંમતે વીજળી ઉપલબ્ધ કરાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આશરે 18,000 ગામડાંઓનું વિદ્યુતીકરણ, જેમની પાસે અગાઉ વીજળીની પહોંચ નહોતી, તે સરકારની છેવાડાનાં વિસ્તારો સુધી પહોંચ સુનિશ્ચિત કરવાની કટિબદ્ધતાનો સંકેત આપે છે.

એક ઐતિહાસિક પહેલ સ્વરૂપે પ્રધાનમંત્રીએ ઊર્જા મંત્રાલયની મુખ્ય નવસંશોધિત વિતરણ ક્ષેત્રની યોજનાનો શુભારંભ કરાવ્યો હતો, જેનો ઉદ્દેશ ડિસ્કોમ કંપનીઓ અને ઊર્જા વિભાગોની કાર્યકારી કાર્યદક્ષતા અને નાણાકીય સ્થિરતામાં સુધારો કરવાનો છે. નાણાંકીય વર્ષ 2021-22થી નાણાંકીય વર્ષ 2025-26 સુધીનાં પાંચ વર્ષનાં ગાળામાં રૂ. 3 લાખ કરોડથી વધારેનાં ખર્ચ સાથે આ યોજનાનો ઉદ્દેશ ડિસ્કોમ કંપનીઓને વિતરણ માળખાનાં આધુનિકીકરણ અને મજબૂત કરવા માટે નાણાકીય સહાય પ્રદાન કરવાનો છે, જે અંતિમ ગ્રાહકોને પુરવઠાની વિશ્વસનીયતા અને ગુણવત્તા સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેનો ઉદ્દેશ તમામ રાજ્ય ક્ષેત્રની ડિસ્કોમ કંપનીઓ અને વીજ વિભાગોની કાર્યકારી કાર્યક્ષમતા અને નાણાકીય સ્થિરતામાં સુધારો કરીને એટીએન્ડસી (એગ્રીગેટ ટેકનિકલ એન્ડ કોમર્શિયલ)ના નુકસાનને સમગ્ર ભારતમાં 12-15 ટકાના સ્તરે અને એસીએસ-એઆરઆર (સપ્લાયનો સરેરાશ ખર્ચ – સરેરાશ મહેસૂલ પ્રાપ્ત) ગેપને વર્ષ 2024-25 સુધીમાં ઘટાડીને શૂન્ય કરવાનો પણ છે.

આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ એનટીપીસીના રૂ. 5200 કરોડથી વધારેનાં મૂલ્યના વિવિધ ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું અને શિલાન્યાસ પણ કર્યો હતો. તેમણે તેલંગાણામાં 100 મેગાવોટના રામગુંડમ ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ અને કેરળમાં 92 મેગાવોટના કયામકુલમ ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું. તેમણે રાજસ્થાનમાં 735 મેગાવોટનો નોખ સોલર પ્રોજેક્ટ, લેહમાં ગ્રીન હાઇડ્રોજન મોબિલિટી પ્રોજેક્ટ અને ગુજરાતમાં કવાસ ગ્રીન હાઇડ્રોજન બ્લેન્ડિંગ વિથ નેચરલ ગેસ પ્રોજેક્ટનું શિલારોપણ કર્યું હતું.

રામગુંડમ પ્રોજેક્ટ એ ભારતનો સૌથી મોટો ફ્લોટિંગ સોલર પીવી પ્રોજેક્ટ છે જેમાં ૪.૫ લાખ ‘મેડ ઇન ઇન્ડિયા’ સોલર પીવી મોડ્યુલો છે. કાયમકુલમ પ્રોજેક્ટ એ બીજો સૌથી મોટો ફ્લોટિંગ સોલર પીવી પ્રોજેક્ટ છે જેમાં ૩ લાખ ‘મેડ ઇન ઇન્ડિયા’ સોલર પીવી પેનલ્સ છે જે પાણી પર તરતી હોય છે.

રાજસ્થાનનાં જેસલમેરમાં નોખ ખાતે 735 મેગાવોટનો સોલર પીવી પ્રોજેક્ટ ભારતનો સૌથી મોટો ડોમેસ્ટિક કન્ટેન્ટ રિક્વાયરમેન્ટ આધારિત સોલર પ્રોજેક્ટ છે, જેમાં એક જ સ્થળે 1000 મેગાવોટ વીજળી છે, અહીં ટ્રેકર સિસ્ટમ સાથે હાઈ-વોટેજ બાયફેસિયલ પીવી મોડ્યુલ્સ સ્થાપિત કરવામાં આવ્યાં છે. લેહ, લદ્દાખમાં ગ્રીન હાઇડ્રોજન મોબિલિટી પ્રોજેક્ટ એક પાયલોટ પ્રોજેક્ટ છે અને તેનો ઉદ્દેશ લેહ અને તેની આસપાસ પાંચ ફ્યુઅલ સેલ બસો દોડાવવાનો છે. આ પાયલોટ પ્રોજેક્ટ ભારતમાં જાહેર ઉપયોગ માટે ફ્યુઅલ સેલ ઇલેક્ટ્રિક વાહનોની પ્રથમ જમાવટ હશે. એનટીપીસી કવાસ ટાઉનશીપ ખાતે ગ્રીન હાઇડ્રોજન બ્લેન્ડિંગ પાયલોટ પ્રોજેક્ટ ભારતનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન બ્લેન્ડિંગ પ્રોજેક્ટ હશે, જે કુદરતી ગેસના ઉપયોગને ઘટાડવામાં મદદ કરશે.

પ્રધાનમંત્રીએ નેશનલ સોલર રૂફટોપ પોર્ટલ પણ લોંચ કર્યું હતું, જે રૂફટોપ સોલર પ્લાન્ટ્સ સ્થાપિત કરવાની પ્રક્રિયાને ઓનલાઇન ટ્રેકિંગ કરવા સક્ષમ બનાવશે, જેમાં અરજીની નોંધણી કરવાથી માંડીને પ્લાન્ટની સ્થાપના અને નિરીક્ષણ પછી રહેણાંક ગ્રાહકોનાં બૅન્ક ખાતાઓમાં સબસિડી જારી કરવામાં આવશે.

‘ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય – પાવર @2047’ ચાલી રહેલા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે 25 થી 30 જુલાઈ દરમિયાન યોજાઈ રહ્યું છે. સમગ્ર દેશમાં આયોજિત આ કાર્યક્રમ છેલ્લાં આઠ વર્ષમાં ઊર્જા ક્ષેત્રમાં થયેલાં પરિવર્તનને પ્રદર્શિત કરે છે. તેનો ઉદ્દેશ સરકારની વિવિધ વીજળી સંબંધિત પહેલ, યોજનાઓ અને કાર્યક્રમોમાં નાગરિકોની જાગૃતિ અને ભાગીદારીમાં સુધારો કરીને તેમને સશક્ત બનાવવાનો છે.

આ પ્રસંગે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, દક્ષિણ ગાંધીનગરના પૂર્વ ધારાસભ્ય શ્રી શંભુજી ઠાકોર, ગાંધીનગરના મેયર શ્રી હિતેશ ભાઈ મકવાણા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે – ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવા માટે, ઊર્જા મંત્રાલય અને નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય – પાવર @ 2047ની છત્રછાયા હેઠળ ભારતના તમામ જિલ્લાઓમાં ‘બિજલી મહોત્સવ’નું આયોજન કરી રહ્યું છે. સક્રિય જનભાગીદારી દ્વારા અને રાજ્ય અને કેન્દ્ર સરકારોના સહયોગથી સંચાલિત. છેલ્લાં 8 વર્ષમાં પાવર સેક્ટરમાં થયેલી મહત્ત્વની સિદ્ધિઓને આ ઈવેન્ટ્સ દ્વારા હાઈલાઈટ કરવામાં આવી રહી છે.

સુરત અને રાજકોટ સહિત દેશના વિવિધ જિલ્લાઓમાં 25મી જુલાઈ-22ના રોજ બિજલી મહોત્સવનો પ્રારંભ થયો હતો. છેલ્લા કેટલાક દિવસોમાં 1500 થી વધુ કાર્યક્રમો/પ્રવૃતિઓનું આયોજન જિલ્લા કક્ષાએ જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલનમાં કરવામાં આવ્યું હતું અને તેમાં શ્રીમતી એ હાજરી આપી હતી. દર્શનાબેન જરદોશ કેન્દ્રીય રાજ્ય રાજ્ય મંત્રી (રેલવે અને કાપડ), શ્રી વી ડી ઝાલાવડીયા જી ધારાસભ્ય – કામરેજ, શ્રી આયુષ ઓક જી, ડીએમ સુરત સહિત અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News