સુરતમાં AAP સામે કેમ નથી ચાલતી ભાજપની ચાણક્યનીતિ? આ રહ્યાં કારણો… 6ને તોડ્યા તો 2 પાછા આવ્યા !

Contact News Publisher

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ધીરે-ધીરે જામી રહ્યો છે, પરંતુ આ વખતે માહોલ કંઈક અલગ જ છે, કારણ કે શાસક ભાજપને વિપક્ષ કોંગ્રેસનો નહીં, પણ બીજો કોઈ ડર લાગી રહ્યો છે. દિલ્હી મોડલને આગળ કરીને આમ આદમી પાર્ટી (AAP) ડોર ટુ ડોર પ્રચારની તૈયારીઓ કરી રહી છે, જે ભાજપ માટે ચિંતાનો વિષય છે. આમેય સુરતમાં મ્યુનિ. ચૂંટણીમાં કોંગ્રેસનું નામું નખાયું, પણ AAP 27 કોર્પોરેટર સાથે વિપક્ષમાં બેઠી એ બેઠી. બસ, ત્યારથી AAPને તોડવા ભાજપ સામ, દામ, દંડ, ભેદ બધું અજમાવી ચૂક્યો છે, પણ એનો ઈરાદો બર આવતો નથી. એકવાર તો AAPના 6 કોર્પોરેટરને તોડવામાં ભાજપ સફળ રહ્યો, પણ તેમાંથી 2 પરત AAPમાં જોડાઈ ગયા છે.

AAPના પ્રમુખ અરવિંદ કેજરીવાલ વારંવાર સુરતની મુલાકાત લઈ રહ્યા છે, એની પાછળનું એક ઠોસ કારણ છે. પાટીદાર સમુદાય ભાજપથી ભારોભાર નારાજ હોવાનો કેજરીવાલને સંપૂર્ણ વિશ્વાસ છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ (PASS) સાથે ભાજપનું ગોઠવાઈ રહ્યું નથી. બીજી તરફ, કોંગ્રેસ તો સુરત અને દક્ષિણ ગુજરાતમાં મરવા પડી છે. આવામાં AAPને ગત મ્યુનિ. ચૂંટણીમાં મળેલી જ્વલંત સફળતાને વિધાનસભા ચૂંટણીમાં કન્વર્ટ કરવા કેજરીવાલ મથી રહ્યા છે. અત્યારે સુરતમાં AAPના 23 કોર્પોરેટર છે, જેની સફળતાને વિધાનસભા બેઠકોમાં રૂપાંતરિત કરવાની કેજરીવાલની યોજના છે.

2 thoughts on “સુરતમાં AAP સામે કેમ નથી ચાલતી ભાજપની ચાણક્યનીતિ? આ રહ્યાં કારણો… 6ને તોડ્યા તો 2 પાછા આવ્યા !

  1. Affter looking aat a nymber of tthe articles onn your weeb site, I seriously like youur
    techniqque off writing a blog. I book marked itt to myy boikmark webpage list aand will bee checking back soon. Takke a look at my wweb sitge
    as well and leet mme khow how you feel.

  2. Hey! I’m at wodk brrowsing youur blopg fromm myy neew iphone!
    Justt wanted tto say I loove reding yor blog and lkok forward to all your posts!
    Keepp up thee great work!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News