ભુજમાં પવનના સુસવાટા સાથે બપોરે વરસાદ : માર્ગો પર વહ્યા પાણી

Contact News Publisher

ભુજ : શહેરમાં સવારથી ભારે ઉકળાટ અને બફારાના સામ્રાજ્ય બાદ બપોરે વાતાવરણમાં એકાએક પલ્ટો આવતા પવનના સુસવાટા સાથે વરસાદ શરૂ થયો હતો. પ્રારંભથી જ વરસાદના જાેરના પગલે માર્ગો પર પાણી વહેવા લાગ્યા હતા. ગત સાંજે પણ શહેરના વાતાવરણમાં પરિવર્તન આવ્યું હતું, જાે કે મેઘરાજા હાથતાળી આપી ગયા હતા. પરંતુ આજે બપોરે વાદળો ઘેરાયા બાદ પવનના સથવારે વરસાદનું આગમન થતા વાતાવરણ ખુશ્નુમાં બન્યું હતું. આ લખાય છે ત્યારે પણ વરસાદ હજુ ચાલુ હોઈ વાતાવરણમાં ઠંડક પણ અનુભવાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *