આયુષ્યમાન કાર્ડ નો લાભ લેવો થયો વધુ આસાન, મા-મા વાત્સલ્ય કાર્ડને KYC થકી આયુષ્યમાન કાર્ડ બનાવી.

Contact News Publisher

ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો માટે મા યોજના તા. ૪/૯/૨૦૧૨ થી અમલમાં મુકેલ છે. જેનો વ્યાપ વધારી મધ્યમ વર્ગના પરિવારો માટે મા વાત્સલ્ય યોજના તા. ૧૫/૮/૨૦૧૪ થી અમલી કરેલ છે. આયુષ્યમાન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારો તેમજ શહેરી વિસ્તારો માટે નિયત માપદંડો ધરાવતા સામાજિક, આર્થિક અને જાતિ આધારિત સર્વેક્ષણ ૨૦૧૧ ની યાદીમાં સમાવિષ્ટ પરિવારોને કુટુંબદીઠ વાર્ષિક રૂા. ૫ (પાંચ) લાખ સુધીનું આરોગ્ય કવચ પૂરું પાડવા માટે તા. ૨૩/૦૯/૨૦૧૮ થી અમલી છે. તા. ૫/૦૮/૨૦૨ ૧ થી “મા” તથા “માં વાત્સલ્ય” યોજના અને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ને ‘પી.એમ.જે. એ.વાય. -મા યોજનાનું સંયુક્ત નામ આપવામાં આવેલ છે.પી.એમ.જે.એ.વાય -મા” યોજના હેઠળ પ્રાયમરી, સેકન્ડરી તેમજ ટર્શરી બીમારી માટે કુટુંબદીઠવાર્ષિક મહત્તમ રૂા. ૫,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા પાંચ લાખ) સુધીની નિયત કરેલ પ્રોસીજર માટે ઉત્તમ પ્રકારની કેશલેસ સારવાર મળવાપાત્ર છે.

કુટુંબ દીઠ વાર્ષિક રૂા૫ (પાંચલાખ સુધીનું વિનામૂલ્ય આરોગ્ય ક્વચ.

કચ્છ જીલ્લામા PMJAY-મા યોજના અંતર્ગત અંદાજીત ૧૦ લાખ જેટલા લાભાર્થીઓને આ યોજનાઓ લાભ મળવા પાત્ર છે.

“પાણી પેલા પાળ બાંધવી”

યોજનાનો લાભ લેવા માટે આયુષ્યમાન કાર્ડ હોવું ફરજીયાત છે. મા અને મા વાત્સલ્ય કાર્ડ દ્વારા સીધું જ આયુષ્યમાન કાર્ડ મા રૂપાંતરિત કરાવી આયુષ્યમાન ભારત યોજનાઓ લાભ લઇ શકાશે. જે માટે જરુરી ડોક્યુમેન્ટ્સ

૧ મા અથવા મા વાત્સલ્ય કાર્ડ

૨ રાશનકાર્ડ

૩ આધાર કાર્ડ

KYC આધાર કાર્ડ દ્વારા થતું હોઈ લાભાર્થી કુટુંબના તમામ સભ્યોએ રૂબરૂ આવવું જરુરી છે. મા મા વાત્સલ્ય ના સમાવિષ્ઠ તમામ લાભાર્થીઓનું  એક સાથે જ KYC કરી શકાશે.

જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલ, SDH, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સંલગ્ન ખાનગી હોસ્પિટલ, (n) code, csc, કલરપ્લાસ્ટ,UTI-ITSL, કક્ષાયેથી તદ્દન મફતમાં આયુષ્યમાન કાર્ડ અને E-Gram (ગ્રામ્યકક્ષા) એ સરકારશ્રી દ્વારા નિયત કરેલ નજીવા ખર્ચ દ્વારા આયુષ્યમાન કાર્ડ બનાવી શકાશે.લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ સરળતાથી મળી રહે તે માટે સરકાર દ્વારા ખાસ કાર્યક્રમ આપકે દ્વાર આયુષ્યમાન કાર્યક્રમ અંતર્ગત તમામ લાયક લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ આપવાની કામગીરી કરવામાં આવે છે.કચ્છ જીલ્લાના લાભાર્થીઓને સરળતાથી આયુષ્યમાન કાર્ડ મળી રહે તે માટે ગ્રામીણ વિસ્તારમાં ઈ- ગ્રામ સેન્ટર અને સરકારી હોસ્પિટલો અને જોડાયેલ ખાનગી હોસ્પિટલો ખાતેથી આયુષ્યમાન કાર્ડ બનાવી શકાશે.શહેરી વિસ્તારના લાભાર્થીઓ માટે ખાસ કેમ્પોનું આયોજન કરવામાં આવેલ છે. જે આ મુજબ છે. 

શહેરી વિસ્તાર મા આયુષ્યમાન કાર્ડ કેમ્પ આયોજનતા-૧૨.૯.૨૨ થી તા.૨૦.૯.૨૦૨૨
ગાંધીધામ શહેર – કેમ્પ સ્થળ અંજારશહેર- કેમ્પ સ્થળ
એસડીએચ રામબાગ હોસ્પિટલ અર્બન અંજાર
યુપીએચસી આદિપુર-1 (ICICI બેંક પાસે 64 બજાર) રોટરી ક્લબ
4-5 વાડી બાજીઘર સમાજવાડી આંગણવાડી ૧૩
ગોલ્ડન સિટી 1A કેન્દ્ર નંબર-27 યાદવ નગર આંગણવાડી ૨૬
તિરુપતિ નગર કેન્દ્ર નંબર-4 ગોપાલનગર નગરપાલિકા અંજાર
અંબે મા મંદિર, 7 વાડી આદિપુર આંગણવાડી ૨૪
યુપીએચસી આદિપુર-2 (પ્લોટ-7 4બી ડુપ્લેક્સ-2 આદિપુર) ભોલેનાથ નગર આંગણવાડી૦૫
મારવાડી ભવન ઓમ સિને પ્લેક્સ આંગણવાડી ૧૮
ડીસી-5 પાંજોઘર શિવ મંદિર આંગણવાડી ૧૨
લછવાણી ધર્મશાળા 4એબી આદિપુર
યુપીએચસી ગાંધીધામ-1 (પ્લોટ-26 9બી ગીતા ગ્રામ સોસાયટી ભારતનગર) માંડવીશહેર – કેમ્પ સ્થળ
ભારતનગર પ્રજાપતિ સમાજવાડી ચેમ્બર ઓફ કોમર્સ -માંડવી
નવી સુંદરપુરી ખોડિયાર મંદિરમાં રામબાગ રોડ રામેશ્વર
મહેશ્વરી સમાજવાડી મહેશ્વરી નગર સાયલા
યુપીએચસી ગાંધીધામ-2 (સેક્ટર-6 મહેશ્વરી સમાજવાડી ગણેશનગર) બાબાવાડી, ધવલનગર
સપના નગર જગજીવન સમાજવાડી સ્વામીનારાયણ મંદિર
વાવાઝોડુ કેન્દ્ર-82  હાઉસિંગ બોર્ડ
સર્વોદય શાળા સેક્ટર-5 ભચાઉ શહેર- કેમ્પ સ્થળ
યુપીએચસી ગાંધીધામ-3 (દુર્ગા મંદિર રેડ ક્રોસ બિલ્ડીંગની સામે) જુનાવાળા આંગણવાડી
શામજીભાઈ બોર વાલા, ખોડિયાર નગર હિમતપુરા આંગણવાડી
ઝુલેલાલ મંદિર અપના નગર ભવાનીપુર આંગણવાડી
સંજીવની મેડિકલ લીલાશાહ સર્કલ ભરપાડીયા આંગણવાડી
કાર્ગો પ્રાથમિક શાળા
મુન્દ્રા શહેર- કેમ્પ સ્થળ
ભુજ શહેર -કેમ્પ સ્થળ તાલુકા હેલ્થ ઓફીસ, મુન્દ્રા
શ.પ્રા.આ.કેન્દ્ર ભુજ ૧ બારોઇ ગ્રામ પંચાયતમકાન
પખાલી ફળિયું (આંગણવાડી)
સરપટ ગેટ – સેવા સેતુ ઓફીસ નલિયા શહેર- કેમ્પ સ્થળ
કુંભાર જમાતખાનું – ભીડ ગેટ તાલુકા હેલ્થ ઓફીસ, અબડાસા
સંજોગ નગર ૨ આંગણવાડી – ખ્વાજા ચૌક બાજુ
શ.પ્રા.આ.કેન્દ્ર ભુજ ૨ રાપર શહેર – કેમ્પ સ્થળ
ડી.પી.ચોક – રામનગરી ૧ – હનુમાનજી નું મંદિર આંગણવાડી – ૧
અંજલી નગર આંગણવાડી – સુરલ રોડ અયોધ્યાપુરી તિરુપતિનગર
જી.આઈ.ડી.સી. – હંગામી આવાસ, ઘાંચી ફળિયું દૂધ ડેરી આ.વા.સે.
આલા વાલા કબ્રસ્તાન સામે – વોર્ડ નંબર ૩ અયોધ્યાપૂરી કુમાર શાળા
શ.પ્રા.આ.કેન્દ્ર ભુજ ૩ હેલી પેઈડ આંગણવાડી
પ્રમુખસ્વામી નગર  – સ્વજનહોસ્પિટલ ગેલીવાડી -૨
જૂની રાવલવાડી  – રામદેવપીરમંદિર નવાપરા પ્રા. શાળા
જયનગરઆંગણવાડી રતનપરા આંગણ વાડી
ગણેશનગર  – ચામુંડામાંમંદિર પાવર હાઉસઆંગણ વાડી
વિકાસ વાડીઆંગણ વાડી
નખત્રાણા- કેમ્પ સ્થળ THO ઓફીસ
તાલુકા હેલ્થ ઓફીસ, નખત્રાણા જે.પી. નગરઆંગણ વાડી
કોમ્યુનીટીહોલ સલારી નાકાઆંગણ વાડી
કથારધારઆંગણ વાડી

 

કેમ્પનો સમય સવારે ૦૯:૦૦ વાગ્યાથી સાંજે ૭:૦૦ વાગ્યા સુધીનો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *