માંડવી બાયપાસનું કામ 62 કરોડના ખર્ચે આગામી18 માસમાં પૂર્ણ થશે

Contact News Publisher

માંડવી શહેરના સાંકડા માર્ગથી પસાર થતા હેવી વાહનોને લીધે ટ્રાફિક સમસ્યાથી મુક્તિ મેળવવા છ કિમી લાંબો અને દશ મીટર પહોળાઈ ધરાવતો બાયપાસ માર્ગે 62.77 કરોડના ખર્ચ બનાવવા માટે 36 હેક્ટર સરકારી અને ખાનગી જમીન સંપાદન માટે 20 કરોડ સહિત ફૂલ્લ 82.77 કરોડનો બાયપાસ નેશનલ હાઇવે માર્ગનું કામ ચાલુ થતા 18 માસમાં કામ પુર્ણ કરવાનો હોવાથી આવતા જતા વાહન ચાલકો માટે એક કિ.મી.નું અંતર ઓછું કાપવા સાથે ઈંધણ અને કીમતી સમયનો બચાવ થશે.

માંડવી-ભુજ હાઈવે પર વીઆરટીઆઈ અને જૈન આશ્રમ વચ્ચેથી નીકળતો માર્ગ શિરવા સીમ લાયજા રોડ ટચ મારુતિ શો રૂમ સામે બાયપાસ નીકળશે. જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 41 સાથે જોડાઈ જશે. છ કિમી લાંબો બાયપાસ રાષ્ટ્રીય ધોરીમાર્ગનું નિર્માણ કાર્ય પ્રાથમિક તબક્કે માટી કામથી પ્રારંભ કરવામાં આવી રહ્યું છે. જેમાં વચ્ચે આવતી રૂકમાવતી નદી પર મેજર બ્રીજ 345 મીટર લાંબો અને 10 મીટર પહોળાઈ સાથે ઉંચાઈ 5 મીટર નદીના પાણીના નિકાલ માટે 16 જેટલા નાકા બનાવવામાં આવશે. આવી રીતે શીતળા મંદીર પાસે નદી અને અન્ય એક સહીત કૂલ્લ ત્રણ મેજર બ્રીજ નિર્માણ પામશે.

બાયપાસનું કામ વહેલી તકે ચાલુ કરવા માટે કેન્દ્ર સરકારને કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાના પ્રયાસ થી ટેન્ડર પ્રક્રિયા EPC ના ધોરણે કરવામાં આવી હતી. ઇજારદાર મે.નીરજ સિમેન્ટ સ્ટ્રકચરલ લી મુંબઇની કંપનીને વર્કઓર્ડર અપાતા 1 જૂન, 2022 થી કામ ચાલુ કરવાનો 1 જાન્યુઆરી 2023 સુધી કામની તમામ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. આવી રીતે 18 માસમાં બાયપાસ રાષ્ટ્રીય ધોરી માર્ગને પૂરો કરવાનો રહેશે જેનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ કચેરી ગાંધીધામ મોનિટરીંગ કરી રહી છે.

375 પૈકીની બિન ખેતીની 6000 ચો.મી.ની જગ્યા માટે કોકડું ગુંચવાયું છે
2009 થી જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી 13 વર્ષ પછી 9 હેક્ટર સરકારી અને 27 હેક્ટર ખાનગી જમીન જંત્રી મૂજબ સંપાદન કરવા 20 કરોડની રકમ ચુકવણી કરવામાં આવી છે. હાલમાં 375 પૈકીની બિન ખેતીની 6000 ચો મી.ની શિતળા મંદીર પાછળની જમીન જંત્રીના ભાવ મૂજબ માલિક સહમત નહી થતા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સમાધાન માટે પ્રયાસ કરી રહ્યા છે.

ચાલતા કામની માટી ખેતી માટે મફત આપવાની બદલીમાં ખાનગી પ્લોટમાં વેચાણ કરાઇ રહી છે
સરકારી જમીન પર ચાલતા કામની માટી ખેતી માટે મફતમાં આપવાની બદલીમાં ખાનગી જમીન અને પ્લોટ ધારકોને વેચાણ કરવામાં આવતી હોવાથી રોયલ્ટી ચોરી પાછળ જવાબદાર તંત્રની મીઠી નજર હોય તેવું લાગી રહ્યું છે.

બીચ જોડતો સીધો ટીપી રોડ 14 માસ પહેલા મંજૂરી મળી કામ ચાલુ કરવા પાલીકા ઉદાસીન
બાયપાસ રાષ્ટ્રીય ધોરી માર્ગનું કામ ચાલુ કરવામાં આવ્યું 14 મહિના પહેલા માંડવી બીચને સીધો જોડતો ટીપી માર્ગની મંજૂરી મળી ગઈ. આ અંગે માંડવી નગરપાલિકાના ચૂંટાયેલા સત્તાધીશો કેમ ઉદાસીન રહ્યા છે તેવો સવાલ લોકો ઉઠાવી રહ્યા છે.

7 thoughts on “માંડવી બાયપાસનું કામ 62 કરોડના ખર્ચે આગામી18 માસમાં પૂર્ણ થશે

  1. Pingback: their explanation
  2. Pingback: Native Smokes
  3. Pingback: naga356

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News