ગુજરાત બિનઅધિકૃત વિકાસને નિયમિત કરવા અંગેના વટહૂકમ-2022ને રાજ્યપાલશ્રીની મંજૂરી મળતાં રાજ્યમાં વટહૂકમનો અમલ કરવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય

Contact News Publisher

રાજ્યના જરૂરીયાતમંદ ગરીબ, મધ્યમવર્ગીય પરિવારોની બિનઅધિકૃત મિલ્કતોને કાયદેસર કરવા રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય : શ્રી જીતુભાઇ વાઘાણી
……..
• રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ-શહેરી વિકાસ સત્તામંડળો અને નગરપાલિકા વિસ્તારમાં આવેલા બિનઅધિકૃત વિકાસને નિયમિત કરી શકાશે
• રેરા-એક્ટ-2016 અન્વયે નોટિસ અપાયેલા બાંધકામોનો સમાવશે નહીં
• માર્જિન-બિલ્ટઅપ-મકાનની ઊંચાઈ-ઉપયોગમાં ફેરફાર- ક્વર્ડ પ્રોજેક્ટશન-પાર્કિંગ-કોમનપ્લોટ વગેરે ફી લઈને નિયમાનુસાર નિયમબદ્ધ થઈ શકશે
• તારીખ 1 ઓકટોબર-2022 પહેલાં થયેલાં બિનઅધિકૃત બાંધકામ જ નિયમિત કરી શકાશે.
……
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ઘ્વારા ગુજરાત બિનઅધિકૃત વિકાસને નિયમિત કરવા અંગેનો વટહુકમ-2022નો રાજ્યમાં અમલ કરવાનો મહત્વપૂર્ણ લોકહિતલક્ષી નિર્ણય કર્યો છે.
ગુજરાતના રાજ્યપાલશ્રી દ્વારા આ ગુજરાત બિનઅધિકૃત વિકાસને નિયમિત કરવા અંગેના વટહુકમ-2022ને મંજૂરી આપવામાં આવી છે.
રાજ્ય સરકારના પ્રવક્તા શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના આ મહત્વપૂર્ણ જનહિતલક્ષી નિર્ણયની વિસ્તૃત ભૂમિકા આપી હતી.
તેમણે કહ્યું કે, ગુજરાત જેવા વિકાસના રોલમોડેલ રાજ્યમાં ઊદ્યોગો, વેપાર-ધંધાની વ્યાપક્તાને કારણે મોટી સંખ્યામાં લોકો રોજગારી-વ્યવસાય માટે શહેરોમાં આવીને વસવાટ કરતા થયા છે. આના પરિણામે વાણિજ્યિક અને અન્ય હેતુની મિલકતોની માગ દિન-પ્રતિદિન વધતી જાય છે. રાજ્યના જરૂરીયાતમંદ ગરીબ, મધ્યમવર્ગીય પરિવારોને સહાયરૂપ થવા માટે રાજ્ય સરકારે તેમની બિનઅધિકૃત મિલ્કતોને કાયદેસર કરવાનો આ ઐતિહાસિક નિર્ણય લીધો છે. એક રૂમ બે રૂમ રસોડાના નાન મકાનમાં પરિવાર સાથે રહેતા મધ્યમવર્ગીય નાગરિકો તેમના બિનઅધિકૃત બાંધકામ અંગે સતત ચિંતા કરતા હોય છે તે બાબતે રાજ્ય સરકારે સંવેદના સાથે આ નિર્ણય લીધો છે.
વેગવંતા શહેરીકરણને કારણે શહેરો અને નગરોની હદ અને વિસ્તારમાં મોટા પ્રમાણમાં વધારો થવાથી, શહેરોમાં પરવાનગી વગર મકાનો બનતા જાય છે. અથવા વિકાસ નિયંત્રણ નિયમોની વિરૂધ્ધ મકાનો બને છે, એમ તેમણે ઉમેર્યું હતું.
પ્રવક્તા મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી એમ પણ કહ્યું કે, રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશન, સત્તામંડળો, નગરપાલિકા વિસ્તારોમાં વિપુલ પ્રમાણમાં મકાનો/બાંધકામો બી.યુ. પરવાનગી વગરના જણાય છે. બાંધકામોની સંખ્યાનો વ્યાપ તથા સેમ્પલ સર્વેની વિગતો ધ્યાને લેતા, બી.યુ. પરવાનગી ન મળેલ હોય તે તમામ બાંધકામોને બી.યુ. પરવાનગી સમકક્ષ માન્યતા મળી રહે તે માટે કોઈ ચોક્કસ પગલાં લેવા/નીતિ ઘડવી આવશ્યક હતી.
તેમણે ઉમેર્યું કે, સંબંધિત સત્તામંડળ દ્વારા બિનઅધિકૃત બાંધકામોને દૂર કરવા, ઉતારી પાડવા અથવા અન્ય ફેરફાર કરવા ગુજરાત પ્રોવિન્સીઅલ મ્યુનિસિપલ કોર્પોરેશન એકટ, ૧૯૪૯ અથવા ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એકટ, ૧૯૭૬ મુજબ નોટીસો આપવામાં આવેલ છે. પરંતુ, આ નોટીસોના અનુસંધાને સંબંધિતો દ્વારા જરૂરી પગલા લેવાનુ કે પૂર્તતા કરવાનુ સંપૂર્ણતઃ શક્ય બનેલ નથી.
આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે, રાજ્ય સરકારે અગાઉ સને ૨૦૦૧ અને ૨૦૧૧માં અનઅધિકૃત બાંધકામને નિયમીત કરવા માટેના કાયદા અમલમાં લાવવામાં આવેલ, જેના આધારે કેટલાક બાંધકામો નિયમિત થયેલ છે. તેમ છતાં, ઘણા બિનઅધિકૃત બાંધકામો નિયમિત થઇ શકેલ નથી તેમજ વપરાશની પરવાનગી મેળવી શકેલ નથી, તે પણ ધ્યાનમાં આવ્યું છે, એમ તેમણે કહ્યું હતું.
આ તમામ પરિસ્થિતિ ધ્યાને લઇ તથા જૂના કાયદાની જોગવાઇઓ, નામ. સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટના નિર્દેશો તથા સ્થાનિક જરૂરિયાતોને ધ્યાને લઈ ‘Gujarat Regularisation of Unauthorised Development Ordinance, 2022’ નો વટહુકમને માન. રાજ્યપાલશ્રી ની મંજૂરી મળેલી છે.
મોટા પાયા પર અનઅધિકૃત બાંધકામો અને બી.યુ. પરવાનગી વગરનાં બાંધકામોને દૂર કરવા, તોડી પાડવા કે ફેરફાર કરવાથી, અસંખ્ય માણસો ઘર વિનાના અને આજીવિકાના સાધન વગરના થવાની સંભાવના છે તથા કાયદો અને વ્યવસ્થા બગડવાની સંભાવના સાથે સાથે સામાન્ય માણસને મુશ્કેલી પડી શકે છે, સમાજની આર્થિક અને સામાજીક વ્યવસ્થા પર પણ વિપરિત સ્થિતિ ઉત્પન્ન થવાની સંભાવના છે, જે ઇચ્છનિય બાબત નથી.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ સમગ્ર બાબતે સંપૂર્ણ માનવીય અભિગમ અપનાવીને રાજ્યના લાખો પરિવારોને આવાસ-સુરક્ષા આપવા આ ગુજરાત બિનઅધિકૃત વિકાસને નિયમિત કરવા બાબતના વટહુકમ-2022નો અમલ કરવાનો નિર્ણય કર્યો છે, એમ શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.
• આ વટહુકમની મહત્વની જોગવાઇઓ અંગેની વિગતો આપતા પ્રવક્ત મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાત રાજયની તમામ મહાનગરપાલિકાઓ, શહેરી વિકાસ સત્‍તામંડળો અને નગરપાલિકાઓ વિસ્તાર માં આવેલ અનઅધિકૃત વિકાસને નિયમિત કરી શકાશે.
• Real Estate Regulatory Authority (RERA) Act 2016 હેઠળ જે બાંઘકામોને નોટીસ આપેલ હોય તેનો સમાવેશ થશે નહી.
• માર્જિન, બીલ્‍ટઅપ, મકાનની ઊંચાઈ, ઉપયોગમાં ફેરફાર, કવર્ડ પ્રોજેક્શન, પાર્કિગ (ફકત ૫૦% માટે ફી લઈ), કોમન પ્‍લોટ (૫૦ % કવરેજની મર્યાદાને આધીન અને માત્ર મળવા પાત્ર ઉપયોગ), સેનિટરી સુવિધા ફી લઈ નિયમબધ્‍ધ થઇ શકશે.
• જે કિસ્સામાં મળવાપાત્ર એફ.એસ.આઇ. ૧.૦ થી ઓછી હોય તેમાં, રહેણાંક ઉ૫યોગ સિવાયના (દા.ત. વાણીજય, શૈક્ષણીક, આરોગ્ય, ઔઘોગીક વિગેરે) બાંઘકામોમાં સીજીડીસીઆર મુજબ મહત્તમ મળવાપાત્ર FSI કરતા ૫૦ % વઘારે FSI થતી હોય, પ્‍લોટની હદથી બહાર નિકળતા પ્રોજેકશન, પાણી પુરવઠા, ગટર વ્‍યવસ્‍થા, પાણીના નિકાલ, ઇલેકટ્રીક લાઇન, ગેસ લાઇન અને જાહેરઉપયોગી સેવાઓ ઉપર કરેલ બાંધકામ નિયમબધ્‍ધ થઇ શકશે નહી.
• સરકારી, સ્‍થાનિક સત્તામંડળોની જમીનો ૫રના બાંઘકામ, ચોકકસ હેતુ માટે સંપાદન/ ફાળવણી કરાયેલ જમીનો, જાહેર રસ્‍તામાં આવતી જમીનો, જળ પ્રવાહ અને જળ સ્‍ત્રોત જેવા કે તળાવ, નદી, કુદરતી જળપ્રવાહ વિગેરે, ઓબ્‍નોક્ષિયસ અને હેઝાર્ઙસ ઔધોગિક વિકાસના હેતુ માટે નિયત કરાયેલ વિસ્‍તાર, શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલ રમત ગમત નું મેદાન માં થયેલ બિનઅઘિકૃત બાંઘકામ નિયમબધ્‍ધ થઇ શકશે નહી.
• Fire Safetyના કાયદા મુજબ સુસંગત ન હોય, Structural Safety ની જરૂરીયાત જળવાતી ન હોય, Real Estate Regulatory Authority (RERA) Act 2016 હેઠળ ઠરાવેલ બિનઅઘિકૃત બાંઘકામ, Gujarat Clinical Establishments (Registration and Regulation) Act, 2021 સાથે સુસંગત ન હોય તેવા બાંઘકામો નિયમબધ્‍ધ થઇ શકશે નહી.
• નિયત પાર્કીગની જોગવાઇ પૈકી ૫૦ % પાર્કીગ માલીક / કબ્જેદારે જે તે સ્થળે પુરી પાડવાની રહેશે. જે કિસ્સામાં આવા ૫૦ % પાર્કીગની જરૂરીયાત જે તે સ્થળે પુરી પાડી શકાય તેમ ન હોઇ ત્‍યારે નિર્દિષ્‍ટ સત્તામંડળ આવી સુવિધા ૫૦૦મી.ની ત્રીજયામાં ૦૩ માસમાં પૂરી પાડવા જણાવશે. બાકીના ૫૦ % ખુટતા પાર્કીગ માટે ફી લઈ બાંઘકામો નિયમબધ્‍ધ થઇ શકશે.
• આ વટહુકમ હેઠળ અનધિકૃત વિકાસ અથવા તેના ભાગના નિયમિતકરણ થી તે મકાન/ બિલ્ડીંગ માટે સી.જી.ડી.સી.આર. કે અન્ય સંબઘિત કાયદા હેઠળ આ૫વામાં આવતી વ૫રાશની પરવાનગી (BU Permission) માનવામાં આવશે.
• તારીખ ૦૧-૧૦-૨૦૨૨ પહેલા થયેલા બિનઅધિકૃત બાંધકામો જ નિયમિત કરી શકાશે.
બિનઅધિકૃત બાંધકામ નિયમબધ્ધ કરવાની કાર્યવાહી સંદર્ભમાં વિગતો આપતા શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, વટહુકમ અમલમાં આવ્યાની તારીખથી ચાર માસમાં બિનઅધિકૃત બાંધકામ નિયમીત કરાવવા મકાનોના માલિક અથવા કબજેદારો e-Nagar Portal ઉપર ઓનલાઇન અરજી કરી શકશે.
• અરજીની તારીખથી છ માસમાં બિનઅધિકૃત બાંધકામ કોઇપણ શરત સાથે કે તે સિવાય નિયમબધ્ધ કરવા અંગે હુકમ અથવા નિયમબધ્ધ કરવા માટે ના પાડવાં હુકુમ કરવાની રહેશે.
• ફી ભરવા માટે ૨ માસ ની સમય મર્યાદા રહેશે.
• સત્તામંડળના નિર્ણયથી નારાજ થયેલ વ્યકિત, સદર નિર્ણય મલ્યાના ૬૦ દિવસમાં અપીલ અધિકારીશ્રી સમક્ષ અપીલ કરી શકશે. અપીલ અધિકારીશ્રી ને જરૂર લાગે તો બીજા ૬૦ દિવસ અપીલ કરવા માટે આપી શકશે.
• તારીખ ૦૧-૧૦-૨૦૨૨ પહેલાનું બાંધકામ ના આધાર માટે નિયત તારીખ પહેલાનો મિલકત ભોગવટા અંગે, મકાનવેરાની આકારણી/ઈલેક્ટ્રીસિટી બીલ રજૂ કરવાની રહેશે.
• નવી શ૨તની જમીનમાં થયેલ બાંધકામો નિયમિત કરી શકશે નહીં.
બિનઅધિકૃત બાંધકામ નિયમબદ્ધ કરવા માટે ફીનો દર
A. પાર્કિંગ સિવાયના હેતુઓ માટે:
બિનઅધિકૃત બાંધકામનો કુલ વિસ્તાર ફી નો દર
1 2
1. ૫૦ ચો.મી. સુધી Rs. 3,000/-
2. ૫૦ ચો.મી. થી ૧૦૦ ચો.મી સુધી Rs. 3,000/- વત્તા વધારાના Rs. 3,000/-
3. ૧૦૦ ચો.મી. થી ૨૦૦ ચો.મી સુધી Rs. 6,000/- વત્તા વધારાના Rs. 6,000/-
4. ૨૦૦ ચો.મી. થી ૩૦૦ ચો.મી સુધી Rs. 12,000/- વત્તા વધારાના Rs. 6,000/-

5. ૩૦૦ ચો.મી થી વધૂ Rs. 18,000/- વત્તા વધારાના
Rs. 150/- દર ચો.મી ( ૩૦૦ ચો.મી થી વધૂ ના
ક્ષેત્રફળ માટે)
a. કૉલમ 1માંનો આંકડો તમામ માળ પરનો કુલ અનધિકૃત બિલ્ટ-અપ વિસ્તાર છે.
b. ઉપરના દરો માત્ર રહેણાંક ઉપયોગ માટે જ લાગુ પડશે.
c. ઉપયોગના ફેરફાર ના સંદર્ભમાં અને રહેણાંક ઉપયોગ સિવાયના અન્ય ઉપયોગ માટે, ઉપર જણાવ્યા મુજબના બમણા દરો લાગુ પડશે.
d. અપૂરતૂ સેનેટરી સુવિધાઓ ના કિસ્સામાં, ઉપરોક્ત ફી ઉપરાંત રૂ. 7,500/- ચૂકવવાનું રહેશે.

B. પાર્કિંગના હેતુ માટે
વિગત ફી નો દર
1 2
1. રહેણાંક માટે ખૂટતી પાર્કિંગ જગ્યા જંત્રી ના 15 %
2. રહેણાંક સિવાય ના હેતુ માટે ખૂટતી પાર્કિંગ જગ્યા જંત્રી ના 30 %

બિનઅધિકૃત બાંધકામ નિયમબદ્ધ કરતાં થતી વસુલાત બાબત
• બિનઅધિકૃત બાંધકામ નિયમબધ્ધ કરતાં એકત્ર થતી વસુલાતનું ફી ની રકમ ‘આંતરમાળખાકીય વિકાસ ભંડોળ’(Infrastructure Development Fund) તરીકે આંતરમાળખાકીય સવલતો સુસજજ કરવા, ફાયર સેફટી સવલતો ઉભી કરવા, પાર્કીગની જોગવાઇ કરવા, ૫ર્યાવરણ સુઘારણા માટે થશે.
રાજ્ય સરકાર દ્વારા સને ૨૦૦૧ અને ૨૦૧૧માં બિનઅધિકૃત વિકાસને નિયમિત કરવા સારૂ કાયદો ઘડવામાં આવ્યો હતો.
આ કાયદાના લાભોથી વંચીત રહેલ અનધિકૃત વિકાસ કે જે તારીખ ૦૧-૧૦-૨૦૨૨ પહેલાં કરાયેલ છે, તેને નિયમિત કરાવવા ઇચ્છુક નાગરીકો લાભ લઇ શકે તેવા મુળ હાર્દ સાથે જાહેર જનતાના હિતાર્થે ઇમ્પેકટ ફીનો કાયદો ફરીથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની આ રાજય સરકાર દ્વારા અમલમાં લાવવામાં આવેલ છે, તેમ શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાથી એકત્ર થયેલી રકમ, આંતરમાળખાકીય સવલતોના વિકાસ અને સુધારો કરવા માટે વાપરવામાં આવશે જે સામાન્ય જનતા અને સમગ્ર સમાજના ફાયદા માટે તથા જાહેર હીતમાં રહેશે.
પ્રવક્તામંત્રીશ્રીએ કહ્યું કે, ગેરકાયદેસરતાના અભિશાપમાંથી મુક્તિ અપાવવાનું આ શ્રેષ્ઠ પગલું અને સરકાર દ્વારા કરાયેલો સરળ પ્રક્રિયાનો આ અભિગમ જનતાને નવું સ્વાભિમાન બક્ષવાનો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારનો પ્રજાહિતલક્ષી સરાહનીય તથા અભિનંદનને પાત્ર અભિગમ છે.

24 thoughts on “ગુજરાત બિનઅધિકૃત વિકાસને નિયમિત કરવા અંગેના વટહૂકમ-2022ને રાજ્યપાલશ્રીની મંજૂરી મળતાં રાજ્યમાં વટહૂકમનો અમલ કરવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય

  1. Excellent blog! Do you have any recommendations for aspiring writers? I’m hoping to start my own website soon but I’m a little lost on everything. Would you recommend starting with a free platform like WordPress or go for a paid option? There are so many options out there that I’m completely confused .. Any ideas? Kudos!

  2. Nice read, I just passed this onto a colleague who was doing a little research on that. And he just bought me lunch since I found it for him smile Therefore let me rephrase that: Thanks for lunch! “Love is made in heaven and consummated on earth.” by John Lyly.

  3. Hi, I think your site might be having browser compatibility issues. When I look at your website in Safari, it looks fine but when opening in Internet Explorer, it has some overlapping. I just wanted to give you a quick heads up! Other then that, fantastic blog!

  4. Hey! Quick question that’s entirely off topic. Do you know how to make your site mobile friendly? My blog looks weird when browsing from my iphone. I’m trying to find a theme or plugin that might be able to resolve this issue. If you have any suggestions, please share. Thanks!

  5. I am glad for writing to let you know of the extraordinary experience our princess experienced using the blog. She even learned some issues, most notably how it is like to have a great coaching heart to have men and women with no trouble learn specific multifaceted things. You actually surpassed our own desires. Thank you for producing the powerful, healthy, revealing and in addition easy tips on your topic to Emily.

  6. hey there and thank you for your info – I have definitely picked up something new from right here. I did however expertise some technical issues using this website, since I experienced to reload the website a lot of times previous to I could get it to load correctly. I had been wondering if your web host is OK? Not that I am complaining, but sluggish loading instances times will often affect your placement in google and can damage your high-quality score if ads and marketing with Adwords. Anyway I am adding this RSS to my e-mail and could look out for a lot more of your respective interesting content. Ensure that you update this again very soon..

  7. It is truly a great and helpful piece of information. I’m glad that you just shared this helpful information with us. Please stay us up to date like this. Thanks for sharing.

  8. Hey there would you mind letting me know which web host you’re using? I’ve loaded your blog in 3 different web browsers and I must say this blog loads a lot faster then most. Can you recommend a good hosting provider at a honest price? Many thanks, I appreciate it!

  9. I would like to thnkx for the efforts you have put in writing this blog. I am hoping the same high-grade blog post from you in the upcoming as well. In fact your creative writing abilities has inspired me to get my own blog now. Really the blogging is spreading its wings quickly. Your write up is a good example of it.

  10. you are actually a good webmaster. The website loading velocity is incredible. It seems that you are doing any unique trick. In addition, The contents are masterwork. you have performed a magnificent activity in this subject!

  11. I think this web site has some really excellent info for everyone. “It is easy enough to define what the Commonwealth is not. Indeed this is quite a popular pastime.” by Elizabeth II.

  12. Hi there, just became aware of your blog through Google, and found that it’s really informative. I’m going to watch out for brussels. I will be grateful if you continue this in future. Numerous people will be benefited from your writing. Cheers!

  13. you are really a good webmaster. The web site loading speed is incredible. It seems that you are doing any unique trick. Also, The contents are masterwork. you have done a fantastic job on this topic!

  14. I am really impressed with your writing abilities and also with the structure to your weblog. Is this a paid topic or did you customize it your self? Anyway keep up the nice quality writing, it’s rare to peer a nice weblog like this one nowadays..

  15. Write more, thats all I have to say. Literally, it seems as though you relied on the video to make your point. You obviously know what youre talking about, why throw away your intelligence on just posting videos to your weblog when you could be giving us something informative to read?

  16. Heya i am for the first time here. I came across this board and I find It truly useful & it helped me out a lot. I hope to give something back and help others like you helped me.

  17. I carry on listening to the rumor lecture about receiving free online grant applications so I have been looking around for the best site to get one. Could you advise me please, where could i find some?

  18. I would like to thnkx for the efforts you have put in writing this web site. I am hoping the same high-grade blog post from you in the upcoming as well. Actually your creative writing abilities has inspired me to get my own website now. Actually the blogging is spreading its wings rapidly. Your write up is a good example of it.

  19. I truly wanted to construct a quick remark so as to express gratitude to you for the lovely facts you are showing at this website. My extensive internet look up has now been honored with really good information to go over with my companions. I would declare that we site visitors actually are truly fortunate to live in a wonderful place with many awesome individuals with helpful things. I feel rather lucky to have used the webpage and look forward to plenty of more fabulous moments reading here. Thank you again for all the details.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News