આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ચૂંટણીલક્ષી જાહેરાત થવાની શક્યતા, મોદીના ગુજરાત પ્રવાસની ચર્ચાઓ થશે

Contact News Publisher

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલાં રાજ્ય સરકારની આજે અંતિમ કેબિનેટની બેઠક યોજાશે. આ બેઠકમાં ચૂંટણીલક્ષી મોટી જાહેરાત થવાની શક્યતાઓ છે. બીજી તરફ આવતીકાલથી વડાપ્રધાન મોદી ગુજરાત આવી રહ્યાં છે. તેમના પ્રવાસને લઈને પણ આ બેઠકમાં ચર્ચાઓ થઈ શકે છે. વિવિધ સરકારી કાર્યક્રમો અને તેની રૂપરેખાને લઈને પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી શકે છે.

વિધાનસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોને રીઝવવા નિર્ણય
રાજ્ય સરકારે રૂ. 630 કરોડનું પેકેજ જાહેર કરીને ખેડૂત મતોનો પાક લણવાનો પ્રયાસ કર્યો છે. અતિવૃષ્ટીના કારણે અનેક વિસ્તારના ખેડૂતોનો પાક નાશ થઇ ચૂક્યો તેને મહિનાઓ વીતી ચૂક્યા છે, ચોમાસાની ઋતુ પણ પૂર્ણ થઇ ચૂકી છે, સહાય માગ કરતા પણ ખેડૂતો થાક્યા હતા, ત્યારે છેલ્લે છેલ્લે ખેડૂતોને રીઝવવા માટે સરકારે સહાય પેકેજ જાહેર કરી દીધું છે. ‘ચૂંટણી પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 8 લાખથી વધુ ખેડૂતોને આકર્ષવા માટે જાહેરાત કરી દીધી છે. જોકે જુલાઈમાં કૃષિમંત્રીએ આશ્વાસન રૂપે સહાય આપશે તેવું જણાવ્યું હતું.

મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે થશે ખરીદી
આજથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીની શરૂઆત કરવામાં આવશે. કૃષિ પ્રધાન રાઘવજી પટેલ રાજકોટથી ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવશે. સરકાર દ્વારા સતત 90 દિવસ સુધી ટેકાના ભાવે પાકની ખરીદી કરવામાં આવશે. જેમણે માર્કેટિંગ યાર્ડમાં નોંધણી કરાવી છે તેવા ખેડૂતોને ક્રમાનુસાર ટેલીફોનિક કે SMSથી જાણ કરાશે અને પાકની રકમ ખેડૂતોના ખાતામાં સીધી જમા કરાશે.કૃષિ મંત્રીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ ખરીફ વર્ષ 2022-23 માટે મગફળીનો ટેકાનો ભાવ 5850 મગનો 7755, અડદનો 6600 અને સોયાબિનનો 4300 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે. ખરીફ 2022-23 માં ગુજરાતમાં મગફળીના 9,97,000 મે.ટન, મગના 9588 મે.ટન, અડદના 23,872 મે.ટન અને સોયાબિનના 81,820 મે.ટન જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવા કેન્દ્ર સરકાર દ્વારા સમયસર મંજૂરી આપવામાં આવી છે.

PM મોદી 30 ઓક્ટોબરથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી ઓક્ટોબરે વડોદરા એરપોર્ટ પર આવશે. જ્યાં લેપ્રસી ગ્રાઉન્ડ ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં તેઓ આઈએએફ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાનનું ખાત મુહૂર્ત કરશે. આ પ્રવાસ દરમિયાન તેઓ આઈએએફ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાનનું ખાત મુહૂર્ત કરશે. ત્યારબાદ તેઓ કેવડિયા જશે અને સર્કિટ હાઉસ કેવડિયામાં રાત્રિ રોકાણ કરશે. ત્યારબાદ તેઓ રાષ્ટ્રીય એક્તા દિવસ પર 31 ઓક્ટોબરે સવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે જશે જ્યાં પુષ્પાંજલિ કાર્યક્રમમાં તેઓ ભાગ લેશે. તેઓ રાષ્ટ્રીય એક્તા દિવસ પરેડ સાથે જોડાશે. વડોદરાથી તેઓ અમદાવાદ એરપોર્ટ આવવા રવાના થશે અને ત્યાંથી તેઓ થરાદ પહોંચશે.અહીં તેઓ વિવિધ વિકાસ કાર્યાના ખાતૂહૂર્તમાં ભાગ લેશે, ત્યારબાદ તેઓ ગાંધીનગર આવશે. બાદ વડાપ્રધાન મોદી હેલિકોપ્ટરમાં રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર પર આવેલી માનગઢ હિલની મુલાકાત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *