હરિયાણાથી ટ્રાન્સપોર્ટના પાર્સલમાં 1.17 લાખનો દારૂ આવ્યો,પેકિંગ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી !

Contact News Publisher

થર્ટી ફર્સ્ટ નજીક આવી રહી છે ત્યારે ભુજમાં બુટલેગરોના મનસૂબા પર પોલીસે પાણી ફેરવી નાખ્યું હતું.સામાન્ય રીતે દારૂ ટ્રકમાં કોઇ વસ્તુની આડમાં કે ગાડીમાં ચોરખાનામાં આવતો હોય છે પણ ટ્રાન્સપોર્ટ મારફતે આવેલો દારૂ એલસીબીએ ઝડપી પાડ્યો છે.હરિયાણાથી ટ્રાન્સપોર્ટમાં દારૂની 335 બોટલો આવી હતી.

અેલસીબીને બાતમી મળી હતી કે,ભુજના પ્રિન્સરાજ ઉર્ફે કાનો ઝાલા નામના વ્યક્તિના નામે TCI FREIGHT કુરિયર સર્વીસમાં હરિયાણાથી પાર્સલ આવ્યું છે.જેમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ આવેલો છે.જેથી વોચ રાખવામાં આવી હતી.સેવન સ્કાય હોટલ પાસે આવેલ ગ્રીન એકર્સ સોસાયટીમાં રહેતો કાનો દારૂના પાર્સલ લેવા માટે કુરિયર કંપનીમાં આવતો હતો ત્યારે તાત્કાલિક તેને દબોચી લેવાયો હતો.આરોપીના કબજાના પાર્સલની ગણતરી કરી ખોલવામાં આવ્યા હતા પણ પાર્સલ ખોલવામાં પોલીસ ખુદ મુંઝાઈ ગઈ હતી.

કારણકે એક બે નહીં પણ સતત 12 બોક્સ ખોલવામાં આવ્યા ત્યારે દારૂ મળ્યો હતો.સૂત્રોએ જણાવ્યું કે,હરિયાણાના પાણીપતથી રમની બોટલો મંગાવવામાં આવી હતી.આ રમ પ્લાસ્ટિકની બોટલોમાં ભરેલો હતો.તેમજ કોઈને ખબર ન પડે અને લીકેજ થાય તો ગંધ ન આવે તે માટે એક બાદ એક 12 બોક્સમાં દારૂ ભરવામાં આવ્યો હતો.મતલબ દારૂની બોટલનું બોક્સ તેની ઉપર બીજું બોક્સ,તેની ઉપર ત્રીજુ બોક્સ એમ અનુક્રમે 12 બોક્સમાં ચુસ્ત પેકિંગ કરવામાં આવ્યું હતું.પાર્સલ ખોલવામાં જ પોલીસને 40 મિનિટનો સમય લાગી ગયો હતો.બાદમાં ગણતરી કરતા રૂ.1,17,600ની કિમતની 336 બોટલ મળી આવી હતી, જેથી મુદ્દામાલ કબજે કરાયો છે.

બેંકર્સ કોલોનીમાં મકાન ભાડે રાખી દારૂ ઉતારતા બે શખ્સો ઝડપાયા
ભુજ શહેરમાં બીજો દરોડો સ્થાનિક એ ડિવિઝન પોલીસ દ્વારા પાડવામાં આવ્યો હતો.જેમાં બેન્કર્સ કોલોનીમાં બૂટલેગર મકાન ભાડે રાખીને શરાબનો સંગ્રહ કરતા રંગેહાથ ઝડપાયો છે.મધરાત્રે બે વાગ્યે પોલીસે મકાન નંબર 56-બીમાં દરોડો પાડી માધાપરથી હ્યુન્ડાઈ વેરના કારમાં શરાબની બાટલીઓ લઈ આવી મકાનમાં રાખતાં બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે કા૨ અને મકાનમાંથી 11 હજારની કિંમતના ઈંગ્લિશ દારૂની બોટલો કબ્જે કરી હતી.આ સાથે આરોપીઓ હિતેશગર ઊર્ફે ફેડો દેવગ૨ ગોસ્વામી (રહે. પ્રશાંત પાર્ક-૨, મહાવીરનગર) અને કિરીટ ગોપાલસિંગ સરદાર (રહે. શ્રી કોમ્પ્લેક્સ, ભાનુશાલી સમાજવાડી પાસે)ની અટક કરવામાં આવી હતી.માધાપરના ઐશ્વર્યાનગરમાં રહેતા યોગેશ બાવાજી નામના શખ્સે દારૂ આપ્યો હતો. કુલ 3.22 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

બુટલેગરોની આ નવી મોડ્સ ઓપરેન્ડી હતી
હરિયાણાથી ટ્રાન્સપોર્ટ મારફતે દારૂ આવ્યો અને એક બાદ એક 12 બોક્સમાં ચુસ્ત પેકિંગ કરવામાં આવ્યું હતું. બુટલેગરની આ નવી મોડ્સ ઓપરેન્ડીનો ભુજ એલસીબીએ પર્દાફાશ કર્યો છે.આરોપીએ અગાઉ દારૂ મંગાવ્યો હતો કે કેમ ? તે સહિતની બાબતો જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.> સંદીપસિંહ ચુડાસમા, એલસીબી પીઆઇ હરિયાણાના શખ્સને પકડવા ટીમ બનાવાઈ એ ડિવિઝન પોલીસની હદમાં એલસીબીએ સફળ કાર્યવાહી કરી છે.જેથી ક્રોસ તપાસ માધાપર પોલીસ સ્ટેશનના પીએસઆઈને સોંપવામાં આવી છે. માલ આપનાર તરીકે પાણીપત હરિયાણાના અનીલ બુધ્ધરાજ શર્માનું નામ ખુલ્યુ છે. જેથી તેની ધરપકડ માટે ટીમ બનાવવામાં આવી છે.

 

1 thought on “હરિયાણાથી ટ્રાન્સપોર્ટના પાર્સલમાં 1.17 લાખનો દારૂ આવ્યો,પેકિંગ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *