ગાંધીધામના કાર્ગોમાં રમતા રમતા બે બાળકો ચૂલામાં પડી ગયા, એકનું મોત

Contact News Publisher

ગાંધીધામ : શહેરના કાર્ગો વિસ્તારમાં હચમચાવી નાખતી ઘટના બની હતી. અહીં રહેણાક વિસ્તારમાં બે બાળકો ઘરે રમતા હતા, ત્યારે અચાનક તેઓ ચૂલા પાસે પહોંચી જતાં આગની જવાળાઓમાં બંને જણા આવી ગયા હતા. જેથી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા પણ સારવાર કારગત સાબિત થાય તે પહેલા જ ચાર વર્ષના માસૂમે કાયમ માટે આંખો મીંચી દિધી છે. જયારે બે વર્ષનો બાળક ગંભીર રીતે દાઝયો હોવાથી સારવાર તળે દાખલ છે.
મૂળ ઝારખંડના અને હાલે પીએસએલ કાર્ગો ઝુપડા વિસ્તારમાં રહેતા દિવાનાકુમાર લાલબિહારી મંડલે બી ડિવિઝનમાં જણાવ્યું હતું કે, ગત ૧૪મી તારીખે આ બનાવ બન્યો હતો. સાંજે સાડાછ થી સાત વાગ્યાના અરસામાં તેમના ઘરે બે સંતાનો ૪ વર્ષિય સત્યમ અને ર વર્ષિય પ્રભાશ રમતા હતા, ત્યારે રસોઈ બનાવવાના ચૂલામાં તેઓ પડી જતાં દાઝી ગયા હતા. જેથી તાત્કાલિક સારવાર માટે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. પણ સત્યમ ગંભીર રીતે દાઝયો હોવાથી સારવાર માટે અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જયાં તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું. જેથી એડી દાખલ કરવામાં આવી છે. બે વર્ષનો બાળક સારવાર તળે દાખલ છે. આ બનાવને પગલે ભારે ચકચાર મચી ગઈ હતી.

કચ્છમાં અપમૃત્યુના વધુ ૩ બનાવો સામે આવ્યા

ગાંધીધામમાં કિશોરીએ ફાંસો ખાઈ આયખુ ટૂંકાવ્યુંં : મુંદરામાં પર પ્રાંતિયનો આપઘાત : પડાણામાં ટ્રક ડ્રાઈવરનું મોત

ગાંધીધામ : પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં અપમૃત્યુની વધુ ત્રણ ઘટનાઓ સામે આવી છે. જેમાં ગાંધીધામમાં કિશોરીએ ફાંસો ખાઈ આયખુ ટૂંકાવ્યુંં હતું. તો મુંદરામાં પર પ્રાંતિય યુવાને આપઘાત કરી લીધો છે. જયારે પડાણામાં ટ્રક ડ્રાઈવરનું મોત થયું છે.ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળતી માહિતી પ્રમાણે મહેશ્વરીનગરમાં મકાન નંબર ૧૯રમાં આ બનાવ બન્યો હતો. ૧૭ વર્ષિય પ્રાચી વિરજી સંજોટ નામની કિશોરીએ પોતાના ઘરે એકલી હતી, ત્યારે બારીની ગ્રીલમાં દુપટ્ટા વડે ફાંસો ખાઈને મોતને વ્હાલું કરી લીધું હતું. તેની માતા બજારમાંથી આવીને ઘરે જોયું ત્યારે પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. કારણ કે, દિકરીની દુપટ્ટામાં ફાંસો ખાધેલી હાલતમાં લાશ જોવા મળી હતી. જેથી પોલીસે એડી દાખલ કરી છે. આ તરફ મુંદરામાં સમુદ્ર ટાઉન્શીપમાં રહેતા પરપ્રાંતિએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. દિનેશ વિરેન્દ્રસિંહ સરદાના નામના ૩પ વર્ષિય યુવાને પોતાની રૂમમાં પંખામાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનું અમીન નાથાભાઈ જોષીએ પોલીસમાં લખાવ્યું હતું. તો આ તરફ પડાણામાં પંચરત્ન માર્કેટ હોટલની બાજુમાં અપમૃત્યુની ઘટના નોંધાઈ હતી. મરણજનાર જોધપુર રાજસ્થાનના મુલારામ ધોગારામ ટ્રક નંબર જી.જે. ૧૯ જીએસ ૦પ૬૩ વાળી ગાડી પંચરત્ન માર્કેટ પાસે સાઈડમાં રાખી ચા પીને પરત આવ્યા ત્યારે ઉલટી થઈ હતી અને તે બાદ બેભાન થઈ જતાં સારવાર માટે લઈ જવાયા હતા. જયાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતાં એડી દાખલ થઈ છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News