હમીરસર જળસ્ત્રોત અને સ્નેહસંવર્ધન સમિતિ દ્વારા સેલ્ફી પોઈન્ટ બાબતે આવેદન પત્ર અપાયું

Contact News Publisher

ભુજ : શહેરના ઉમેદનગર કોલોની મંગલમ પાસે ભુજ નગરપાલિકા દ્વારા સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવી રહ્યું છે, જે માટે સમિતિ દ્વારા આ કામ તળાવની આવ સ્ત્રોત અને ર૪ કુવાની આવ પર દબાણ આવે એ રીતનું થઈ રહ્યું હોવાનું નગરપાલિકાનું ધ્યાન દોરાયું હતું અને આ બાબતે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કાયમી મનાઈ હુકમ અસ્તિત્વમાં છે. કોર્ટનો અનાદર થતો હોાવની લાગણી નગરજનોમાં છે ત્યારે સ્થળ પર તળાવની અંદરના ભાગે અને આવસ્ત્રો તથા ઉપરોક્ત હાઈકોર્ટના ચૂકાદાનો ભંગ થતો હોવાનું જળસ્ત્રોત અને સ્નેહ સંવર્ધન સમિતિના સભ્યોને જણાતા તાત્કાલિક કામ અટકાવવા સમિતિના સભ્યો દ્વારા આવેદન પત્ર રદ્વારા રજૂઆત કરાઈ હતી.આ બાબતે ચીફ ઓફિસરનું ધ્યાન દોરાયું છે, પરંતુ તેમને મિટિંગમાં જવાનું હોવાથી આ પ્રોજેક્ટના ઈન્જિનિયર વિશાલ ઠક્કર સમક્ષ સમિતિના સભ્યોએ રજૂઆત કર હતી અને બાંધકામમાં ફેરફાર અથવા કામ બંધ રાખવા જણાવ્યું હતું. સમિતિના કન્વીનર પરેશ ગુજરાતી, જય અંજારિયા, કાંતિભાઈ પટેલ, ભૂપેન્દ્ર મહેતા, રાજેશભાઈ ગોહિલ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આવેદન પત્ર આપી શહેરીજનોની લાગણી રજૂ કરાઈ હતી. હમીરસર પ૦ ઈંચ પછી પણ ભરાવામાં વાર લાગે છે ત્યારે હમીરસરની આવ કે ર૪ કૂવાવાળી આવ અવરોધાય એ યોગ્ય લાગતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News