શીતલહેરથી બચવા વધુ કેલરીવાળા ખોરાકનો ઉપયોગ કરવો

Contact News Publisher

લોકોના આરોગ્યની સાચવણી માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા બહાર પડાઇ માર્ગદર્શિકા

રાજયમાં હાલ ઠંડીની અસર વર્તાઇ રહી છે ત્યારે શીતલહેરથી બચવા લોકોએ રક્ષણાત્મક પગલાં લેવા જરૂરી છે. જે અન્વયે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા નાગરીકોને આરોગ્યની સાચવણી માટે કેટલાક જરૂરી નિર્દેશ જારી કરાયા છે.

       ઠંડીથી બચવા ગરમ કપડાં તેમજ સ્વેટર, મફલર, ગરમ ટોપી નો ઉપયોગ કરવો. વધુ ઠંડી હોય ત્યારે મોટી ઉંમરના વૃધ્ધ તેમજ બિમાર વ્યક્તિઓ અને નાના બાળકોએ શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રહેવું તથા ઠંડીથી બચવા વિશેષ ધ્યાન રાખવું. ઠંડીથી બચવા રૂમના બારી બારણા બંધ રાખવા. સવારના સમયે ઠંડીથી બચવા માટે સૂર્ય તાપમાં બેસવું. ઠંડીની અસર હેઠળ કોઈ પણ તકલીફ જણાય તો તાત્કાલીક નજીકના સરકારી દવાખાને / ખાનગી તબીબનો સંપર્ક કરી જરૂરી સારવાર મેળવવી.

        ઠંડી દરમિયાન વધુ કેલરીવાળા ખોરાકનો ઉપયોગ કરવો. ત્વચા સુકી ન પડે તે માટે તલનું તેલ, કોપરેલ, વેસેલીન જેવા તેલી પ્રદાર્થોનો ઉપયોગ કરવો. શક્ય હોય તો સાદા સાબુના બદલે ગ્લીસરીન યુક્ત સાબુનો ઉપયોગ કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News