મમુઆરાની વાડીમાંથી જુગારધામનો પર્દાફાશઃ ૨.૨૯ લાખની રોકડ સાથે ૯ ખેલી ઝડપાયા

Contact News Publisher

ભુજ : તાલુકાના મમુઆરા ગામે વોન્ટેડ શખ્સ હમીર રૂડા જાટિયાની વાડીની ઓરડીમાં ગંજીપાના વડે હારજીત નો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પદ્ધર પોલીસે દરોડો પાડતા વોન્ટેડ સહિત ૯ ખેલીઓ રોકડા રૂપિયા ર.ર૯ લાખની મતા સાથે ઝડપાઈ ગયા હતા.ખેલીઓમાં મમુઆરા ગામના નરશી ગોપાલ જાટિયા (આહિર), હરી વાલા આહિર, હસમુખ ગોવિંદ ચાવડા (આહિર), મનોજ નરશી ગુંસાઈ અને વોન્ટેડ હમીર રૂડા આહિર, કુકમાના પંકજ બાબુ ગોયલ (આહિર), નવલસિંહ હઠુભા વાઘેલા (વર્ધમાનનગર, માધાપર), કમલેશ કરશન સોની (માધાપર), લાખોદનો રાજેશ વાલજી ચાવડા અને મુખ્ય સુત્રધાર મમુઆરાનો હમીર રૂડા જાટિયા જુગાર રમતા મળી આવ્યા હતા. તેઓના કબ્જામાંથી ર,ર૯,૦૦૦ રોકડા તેમજ ૪પ હજારના ૯ મોબાઈલ અને પ લાખની ઈનોવા મળી ૭,૭૪,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *