ભારતના ટોપ 10 શિક્ષિત શહેરોમાં અમદાવાદ આઠમાં, સુરત દસમાં ક્રમે

Contact News Publisher

કોઈપણ શહેરની શૈક્ષણિક ઉત્કૃષ્ટતાનો માપદંડ તે શહેરનું શિક્ષણ છે. ખાસ કરીને આવા શિક્ષિત શહેરનું દેશના આર્થિક વિકાસ તેમજ જે તે વિસ્તારનાં ગ્રોથમાં મહત્ત્વનું યોગદાન છે.

છેલ્લા બે-ત્રણ દાયકામાં ભારતનાં આઈટી એન્જિનિયર્સ તેમજ મેનેજમેન્ટ પ્રોફેશનલ્સે વિશ્વનાં અનેક ઉદ્યોગો પર વર્ચસ્વ જમાવ્યું છે. અનેક બહુરાષ્ટ્રીય કંપનીમાં ભારતીયો CEO બન્યા છે. કેટલાક દેશોમાં મૂળ ભારતીયો પ્રધાન કે વડાપ્રધાન તરીકે ભારતનું ગૌરવ વધારી રહ્યા છે. વાત ટેકનોલોજી કે મેડિસિનની હોય કે રાજકારણ કે ડિપ્લોમસીની હોય સર્વત્ર ભારતીયો છવાઈ ગયા છે. દરેક ક્ષેત્રે સંશોધન અને વિકાસનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તમામ ગુણો ગુણવત્તાસભર શિક્ષણનું પરિણામ છે. જે દેશને તેમજ દેશનાં લોકોને પ્રગતિના પંથે લઈ જાય છે. ભારતનાં પ્રોફેશનલ્સ અમેરિકા તેમજ યુરોપ સહિત વિશ્વમાં ભારતનાં ત્રિરંગા સાથે જ્ઞાનનાં પરચમ લહેરાવી રહ્યા છે. શિક્ષણનાં આ મહાયજ્ઞમાં ભારતનાં ટોચનાં 10 શહેરોનું વિશેષ યોગદાન છે.

અમદાવાદ : ગુજરાતના આ શહેરમાં IIM, નિરમા યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજ, તેમજ જુદીજુદી વિદ્યાશાખાની કોલેજો આવેલી છે.
સુરત : ગુજરાતનું આ શહેર ડાયમંડ હબ છે. અહીં હ્યુમનિટીઝ, સાયન્સ તેમજ કોમર્સની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ છે. ફેશન ડિઝાઈનિેંગ, સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિ. ઓફ ટેકનોલોજી, સાઉથ ગુજરાત યુનિ. જેવી સંસ્થાઓ આવેલી છે.

1 thought on “ભારતના ટોપ 10 શિક્ષિત શહેરોમાં અમદાવાદ આઠમાં, સુરત દસમાં ક્રમે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *