ગુજરાતીઓને ઝટકો ! વીજબિલમાં થશે ધરખમ વધારો, સરકાર આપી રહી છે દાઝ્યા પર ડામ

Contact News Publisher

ગુજરાતના કરોડો ગ્રાહકો માટે સૌથી મોટા સમાચાર એ છે કે ફરી વીજબિલમાં વધારો થઈ શકે છે. ગુજરાતમાં વિજબિલમાં સતત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ ડીઝલની જેમ GUVNL ગુજરાતીઓને હળવો ડોઝ આપી રહી છે. આ વખતે યુનિટ દીઠ 36 પૈસાનો વધારો કરાયો છે. આ રકમ એ કરોડોમાં છે. ધીરેધીરે સરકાર ગુજરાતીઓને વીજબિલ નો ડામ આપી રહી છે. સરકારે પોતાની કંપનીમાંથી ૧૧૦ ટકા મોંઘા ભાવે વીજળી ખરીદી કરી રહી છે. અને વીજ ગ્રાહકો પર ફરીવાર યુનિટ દીઠ ૩6 પૈસાનો ભાવ વધારો ઝીંકાયો છે.

ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ-જીયુવીએનએલએ લિગ્નાઈટનો ઈંધણ તરીકે ઉપયોગ કરીને વીજળી પેદા કરતી પોતાની કંપની પાસેથી જ 110 ટકાના વધારા સાથે વીજળી ખરીદીને ગ્રાહકોને વેચી રહી છે.

અત્રે નોંધવું એ ઘટે કે કેએલટીપીએસ-૩માં લિગ્નાઈટનો ઈધણ તરીકે ઉપયોગ કરીને વીજળી પેદા કરતી ઇંધણ તરીકે વપરાશ થતો હોવાથી યુનિટદીઠ ઉત્પાદન ખર્ચ યુનિટદીઠ માત્ર રૂ. ૨.૮૦નો આવે છે. તેને બદલે યુનિટદીઠ રૂ. ૫.૮0ના ભાવે વીજળી (Electricity)ખરીદાઈ રહી છે. જેના કારણે ગ્રાહકો પર સતત બોજ વધી રહ્યો છે. હવે દરેક ગ્રાહકે યુનિટ દીઠ 36 પૈસાના વધારા માટે તૈયાર રહેવું પડશે. વીજળીનું બિલ એ સ્લો પોઈઝન છે. જે ધીરે ધીરે ગ્રાહકોને ઝટકો આપી રહ્યું છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થાય તો બુમરાણ પાડતા ગુજરાતીઓ માટે વીજબીલ વધી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *