ઓપરેશન થિએટરમાં કેમેરા લગાવી ડોક્ટરોએ ત્રણ લીવર સર્જરી કરી ! સગાવ્હાલાએ LIVE જોઇ

Contact News Publisher

જામનગરની હોસ્પિટલના નિષ્ણાતોએ તબીબી ક્ષેત્રે કમાલ કરી છે. મેડિકલ સાયન્સે હરણફાળ ભરતા તબીબી જગતમાં દરરોજ અનેકવિધ સંશોધનો થઈ રહ્યા છે. ત્યારે જામનગરની એમ. પી. શાહ સરકારી મેડિકલ કોલેજમાં ત્રણ લીવર સર્જરીનું ઓપરેશન કરાયું હતું. જેનું લાઈવ બ્રોડકાસ્ટિંગ કરાતા વિશ્વભરના અનેક લોકો અને તબીબી શિક્ષણ સાથે સંકળાયેલા લોકો આ ઘટનાના સાક્ષી બન્યા હતા.

જામનગરની એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજમાં સર્જરી વિભાગમાં ત્રણ લીવર સર્જરીનું ઑપરેશન કરાયું હતું. જે અન્ય લોકો નિહાળી શકે તે માટે ઓપરેશનરૂમાં લાઈવ કેમેરા ઉપરાંત સર્જરીના જીવંત પ્રસારણ માટે ઓપરેટિંગ ટેબલની ઉપરની તરફ કેમેરા ગોઠવી સમગ્ર કાર્યવાહીનું લાઈવ બ્રોડકાસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

સર્જરી વિભાગના ફેકલ્ટી તથા રેસિડેન્ટ ડોક્ટરની મહેનતથી ત્રણ લીવર સર્જરીનું લાઈવ બ્રોડકાસ્ટિંગ યુટ્યુબ ચેનલના માધ્યમથી કરવામાં આવ્યું હતું. જેની મદદથી સેમિનાર હોલમાં અન્ય ફેકલ્ટી તથા રેસિડેન્ટ ડોકટરો લાઈવ સર્જરી જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. જેનો લાભ ફેકલ્ટી ડોક્ટર્સ તથા રેસિડેન્ટ ડોકટરોએ લીધો હતો. આ ઉપરાંત સર્જરી યુટ્યુબ ચેનલમાં પણ હોવાથી વિશ્વમાં ગમે ત્યાં જોઈ શકાતી હોવાથી તબીબી શિક્ષણ હેઠળ ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *