કાંકરિયામાં રાઈડ તૂટી હતી એ જ કોન્ટ્રાક્ટરને વોટરપાર્ક પઘરાવવાની AMC ની તૈયારી, વિપક્ષનો વિરોધ

Contact News Publisher

ભાજપ શાસિત AMC વધુ એકવાર નિર્ણય પહેલાં જ વિવાદમાં છે. હવે વધુ વિવાદમાં આવી છે. અમદાવાદના જલધારા વોટર પાર્કને પુન: એ જ એજન્ટને પધરાવવાની પઘરાવી દેવાનો કારસો રચાયો છે. કાંકરિયા પરિસરમાં જલધારા વોટર પાર્ક આવેલો છે. ત્યારે ફરી 15 વર્ષ માટે પાર્ક સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ કંપનીને આપવાની દરખાસ્ત ચાલી રહી છે. આવતી કાલે મળનારી કમિટી માટે દરખાસ્ત આવી છે. કોંગ્રેસે દરખાસ્તને લઈને ભાજપ પર આક્ષેપ કર્યા છે. 2019 માં આ જ કોન્ટ્રાક્ટરના કાર્યકાળમાં રાઈડ તૂટી હતી. કોન્ટ્રાક્ટર પરિવારના એક વ્યક્તિ ભાજપના પૂર્વ કોર્પોરેટર છે. ત્યારે વિપક્ષ દ્વારા વિરોધ કરાયો છે.

ભાજપ સાશિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વધુ એક વિવાદિત નિર્ણય કરવા તરફ ચક્રો ગતિમાન થયા છે. અમદાવાદના કાંકરિયા પરિસરમાં આવેલા જલધારા વોટર પાર્કને પુનઃ એજ કોન્ટ્રાક્ટરને પધરાવવાની ભાજપની પેરવી ચાલી રહી છે. કોન્ટ્રાકટર સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા.લિમિટેડને 15 વર્ષ માટે કોન્ટ્રાકટ આપવાની રિક્રિએશનલ કમિટીમાં દરખાસ્ત આવી છે. આજે મળનારી કમિટીમાં આવેલી દરખાસ્તને લઈને કોંગ્રેસે ગંભીર આરોપો મૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News