ભુજ તાલુકાના હરીપર નજીક આવેલ બટ પર ફાયરીંગ પ્રેકટીસ

Contact News Publisher

ભુજ : ભુજ તાલુકાના હરીપર નજીક આવેલ ફિલ્ડ ફાયરીંગ રેન્જ નં.૧ ઉપર આગામી તા.૧૭મી માર્ચ-૨૦૨૩ના રોજ ૨૦૭૫ ફિલ્ડ હોસ્પિટલ તાબા હેઠળની ફાયરીંગ પ્રેકટીસ યોજવામાં આવનાર છે. જેથી આ ફાયરીંગ રેન્જમાં કોઇપણ વ્યકિતઓએ પ્રવેશવું નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં. તેમ છતાં કોઇપણ વ્યકિત ઉપરોકત ફાયરીંગ રેન્જમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્યકિતને કે ઢોરોને કોઇ નુકશાન થશે તો તેની પૂર્ણ જવાબદારી જે તે વ્યકિતની રહેશે તેવું સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News