ભુજના જયુબિલી ગ્રાઉન્ડ ખાતેે કુંડા-ચકલીઘરનું નિઃશુલ્ક વિતરણ કરાયું

Contact News Publisher

ભુજ : માનવજ્યોત સંસ્થા ભુજ અને રામદેવ સેવાશ્રમ પાલારા દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી ભુજ કાર્યાલય સ્થળે કરવામાં આવી હતી. છેલ્લા ૩ દિવસથી લોકજાગૃતિ રૂપે કુંડા-ચકલીઘરોની સતત ડીમાન્ડ રહી હતી. લોકો સામેથી ચાલીને કુંડા-ચકલીઘર લેવા પહોંચ્યા હતા.શણગારેલા વાહન સાથે ભુજનાં જયુબિલી ગ્રાઉન્ડ મધ્યે સાઉન્ડ સીસ્ટમનાં સથવારે રાહદરીઓ – વાહનચાલકો તથા જાગૃત નાગરિકોને કુંડા તથા ચકલીઘર નિઃશુલ્ક વિતરણ કરાયા હતા. વિશ્વ ચકલી દિવનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. સંસ્થાનાં અધ્યક્ષ પ્રબોધ મુનવરનાં જણાવ્યા મુજબ ચકલીઓનું અસ્તિત્વ જાેખમાતું જાય છે. વર્તમાન યુગમાં આધુનિક ખાતરો, જંતુનાશક દવાઓ, વધતું જતું પ્રદુષણ, નવી રહેણી-કરણી, ઉંચા મોબાઇલ ટાવરો, નળિયાનાં બદલે છત વિગેરે કારણોસર પક્ષીઓની જાતિઓ લુપ્ત થવાનાં આરે છે. પૃથ્વીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આપણી સાથે ઘરમાં રહેતું રળિયામણું પક્ષી ચકલી આપણાથી અલગ પડી ગયું. આપણે આપણી વ્યવસ્થા કરી લીધી પણ નાનકડા પક્ષીની વ્યવસ્થા કરતા ભૂલી ગયા. પરિણામે ચકલીઓનો કલરવ અને અવાજ ઓછો થતો ગયો. માનવજ્યોત દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં ચકલીઘરો-કુંડાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. વૃક્ષો ઉપર ચકલીઘરો લટકાવાયા હતા. શાળાઓ, મંદિરો, કોલેજાેમાં ચકલીઘરો પહોંચાડાયા હતા. ગામડા અને શહેરોમાં અનેક સંસ્થાઓ માનવજ્યોત સાથે જાેડાઇ વિતરણ કાર્યમાં સહકાર આપ્યો હતો. કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે આભાર દર્શન શંભુભાઇ જાેષીએ કરેલ. પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઇ જાેષી, સહદેવસિંહ જાડેજા, રફીક બાવા, મુળજીભાઇ ઠક્કર, આનંદ રાયસોની, દિપેશ શાહ, દિપેશ ભાટિયા, અક્ષય મોતા, પ્રતાપ ઠક્કર, જયેશ લોડાયાએ વિતરણ વ્યવસ્થા સંભાળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *