બિદડામાંથી બાઈક ચોરી નાની ખાખરમાં મોત નિપજાવનારો ઝડપાયો.

Contact News Publisher

માંડવી : તાલુકાના કોડાય પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બાઈકની ચોરી કરી ભાગવા જતા શખ્સે રસ્તામાં અકસ્માત સર્જી એક વ્યક્તિનું મોત પણ નિપજાવ્યું હતું. જેને ઝડપી લેવામાં આવ્યો છે. એલસીબીને બાતમી મળી કે એક મહિના પહેલા બિદડા ગામે બાઈકની ચોરી થઈ હતી. જે ચોરી મુંદરા ગાયત્રીનગરના સચિન રાજેશ ઉર્ફે રાજુ દાતણિયાએ કરી છે. જે તલવાણા ગામના ગેટ પાસે હાજર છે. જેથી તેને ઝડપી પુછપરછ કરતાં તેણે બિદડા ગામે એક મહિના પહેલા દિવાલની બાજુમાં બાઈક હોઈ આજુબાજુમાં કોઈ અવર જવર ન જણાતા ડાયરેક ચાલુ કરી ચોરી કરવાની કેફીયત આપી હતી. તેમજ તે દિવસે બિદડાથી મુંદરા ઘરે જતો હોઈ નાની ખાખર પાસે એક ઈસમ બાઈક આડે આવી જતાં અકસ્માત થયો હતો, જેમાં સચિન પડી ગયો હતો અને થોડી ઈજાઓ થઈ હતી. બાદમાં ચોરીનું બાઈક મુકીને તે ભાગી ગયો હતો. જેથી એલસીબીએ અટકાયત કરી કોડાય પોલીસને આરોપી સોંપ્યો હતો.

1 thought on “બિદડામાંથી બાઈક ચોરી નાની ખાખરમાં મોત નિપજાવનારો ઝડપાયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *