ભુજમાં રાયડાની ટેકાના ભાવે ખરીદીનું કેન્દ્ર શરૂ કરાયું.

Contact News Publisher

ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ સહિતના આગેવાનોના હસ્તે ઉદ્દઘાટન

  

ભુજ :  નાફેડ ગુજકો માર્શલના ઉપક્રમે રાયડાના ટેકાના ભાવનું ખરીદ કેન્દ્ર ભુજ ખાતે શરૂ થયું છે. કચ્છ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘને મળેલા કેન્દ્રને ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ભારતીય કિસાન સંઘના પ્રમુખ શિવજીભાઈ બરાડિયા, એપીએમસીના ચેરમેન હઠુભા જાડેજાના હસ્તે ખુલ્લુ મુકાયું હતું.
આ અવસરે કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર નાના કિસાનોના હિત માટે સતત કાર્ય કરે છે. આ ખરીદ કેન્દ્રનો લાભ લેવા તેમણે ખેડૂતોને અપીલ કરી હતી. અને અધિકારીઓને ખેઠૂતોના પેમેન્ટમાં વિલંબ ન થાય તે જાેવા તાકીદ કરી હતી. ખેડૂતોના માલનું ચોકસાઈ પૂર્વક સેમ્પલીંગ કરવા અને કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર ન થાય તે જાેવા અધિકારીઓને ટકોર કરી હતી. અમુક ખેડૂતોએ ૧ર નંબરના પત્રકમાં રાયડાનો ઉલ્લેખ ન હોવાનો પ્રશ્ન ઉપડતાં ધારાસભ્યે ત્વરીત કૃષિમંત્રીને ફોન જાેડી અધિકારીઓને યોગ્ય કાર્યવાહી કરવા આદેશ આપવા અપીલ કરી હતી. ખેડૂતોએ સરકાર દ્વારા ખરીદ કરવા આવતા જથ્થામાં વધારો કરી આપવા રજૂઆત કરી હતી.
કિસાન સંઘના પ્રમુખ શિવજીભાઈ બરાડિયાએ ખેડૂતોને વધુને વધુ રજિસ્ટ્રેશન કરાવવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત રાયડા ખરીદ કેન્દ્ર પર માલ લાવવા માટે જરૂરી સૂચનો કર્યા હતા. ભુજમાં કાર્યરત કેન્દ્ર પર રજિસ્ટ્રેશન કરાવવા ઈચ્છુક ખેડૂતોને ખરીદ વેચાણ સંઘના કાર્યાલયનો સંપર્ક કરવા જણાવાયું છે. જે ખેડૂતોનું રાયડાનું રજીસ્ટ્રેશન બાકી હશે તે ખેડૂતોનું ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન સ્થળ પર ખરીદ વેચાણ સંઘ દ્વારા કરી આપવામાં આવશે તેવું યાદીમાં જણાવાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *