સ્કૂલની પરીક્ષા પતાવી નદીએ નાહવા ગયેલા 3માંથી 2 મિત્રો જિંદગીની પરીક્ષામાં હારી ગયા

Contact News Publisher

છોટા ઉદેપુરની ડોન બોસ્કો શાળામાંથી 3 વિદ્યાર્થીઓ પરિક્ષા આપી ઘરે જવા નીકળ્યાં હતા. રસ્તામાં જતાં જતાં ત્રણેય મિત્રો ઓરસંગ નદીના ચેકડેમ પાસે પહોંચતા જ નાહવાની ઈચ્છાઓ થઈ ગઈ. જે બાદ વિદ્યાર્થીઓ નદીમાં નાહવા પડ્યા હતા. જેમાં 2 વિદ્યાર્થીઓ ધીરે ધીરે કરી એકદમ ઊંડા પાણીમાં આગળ વધી ગયા અને પાણીમાં ગરકાવ થઈ ગઈ હતા. ત્યારે ઊંડા પાણીમાં નાહવા પહોંચેલા બે બાળકો ડૂબવા લાગતાં ત્રીજા બાળકે બચાવો.. બચાવોની બૂમાબૂમ કરતાં બાજુમાંથી લોકો દોડી આવ્યા હતા. જેમાં બે બાળકો જિંદગીની પરીક્ષા હારી ગયા હતા અને ઘટનાસ્થળે જ છેલ્લા શ્વાસ લીધાં હતા. જ્યારે એક બાળકનો આબાદ બચાવ થયો છે.

બાળકોએ બચાવો…બચાવોની બૂમો પાડી
છોટા ઉદેપુર ઓરસંગ નદી ઉપર બનાવવામાં આવેલા ચેકડેમમાં આજે બપોરે ડોન બોસ્કો સ્કૂલમાંથી પરીક્ષા આપી ઘરે જતાં ત્રણ બાળકો નાહવા માટે ગયા હતા. તે વખતે બે બાળકો ઊંડા પાણીમાં ગયા હતા, જ્યારે ત્રીજો એક બાળક છીછરા પાણીમાં હતો. ત્યારે ઊંડા પાણીમાં નાહવા પહોંચેલા બે બાળકો ડૂબવા લાગતાં ત્રીજા બાળકે બચાવો…બચાવોની બૂમાબૂમ કરતાં સામાં કિનારે ઉભેલા એક વ્યક્તિએ બૂમ સાંભળીને બાળકોને બચાવવા દોડ્યો હતો, પરંતુ એ વ્યક્તિ ત્યાં પહોંચે ત્યાં સુધીમાં બાળકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ત્યારે પાણીમાં ડૂબી ગયેલા બાળકોને બહાર કાઢવા માટે તરવૈયાઓને બોલાવ્યા હતા અને તરવૈયાઓએ બન્ને બાળકોની લાશને ચેકડેમના ઊંડા પાણીમાંથી બહાર કાઢ્યા હતા. બન્ને લાશને સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી.
શાળાએથી સીધા નાહવા ગયેલાં બે બાળકો ચેકડેમમાં ડૂબ્યા
ઓરસંગ નદીના ચેકડેમમાં નાહવા પડેલા બાળકોમાંથી એક બાળક ધાર્મિક જોડે વાતચીત કરતાં તેણે જણાવ્યું હતું કે, સ્કૂલેથી પરત ફરતાં મારા મિત્રોએ કહ્યું કે ચલ નાહવા જઈએ. મેં નાહવા જવાની ના પાડી તો તેમને કહ્યું કે સારું તું બહાર ઉભો રહેજે. થોડીવાર પછી હું થોડો અંદર ગયો હતો. અમે ત્રણેય જણાં નાહવા ગયા હતા. બાદમાં પાણીમાં ડૂબવા લાગતાં પાડતા બૂમો પાડી તો બાજુમાંથી એક ભાઈ બચાવવા માટે આવ્યા હતા અને બહાર કાઠ્યો હતો.
ચેકડેમમાં નાહવા પડેલ ધાર્મિક

તરવૈયાઓએ એક છોકરાને બહાર કાઢ્યો
નદીમાં ડૂબી ગયેલા બાળકોને બચાવવા પહોંચેલા વ્યક્તિએ જણાવ્યું હતું કે, લોકોએ બુમાબુમ કરી કે કોઈ છોકરાઓ ચેકડેમમાં ડૂબી રહ્યા છે તો અમે દોડીને ગયા તેમને પાણમાંથી બહાર કાઠવા ગયા હતા. હું ત્યા પહોંચ્યો ત્યાં સુધીમાં બે તરવૈયાઓએ એક છોકરાને બહાર કાઢી લીધો હતો અને બીજો છોકરો મળતો નહોતો. ત્યારબાદ છોકરા જોડે તેના પેરેન્ટ્સનો નંબર લઈ તેમને જાણ કરી હતી કે તમારો છોકરો મારી જોડે ઉભો છે અને બીજા બે છોકરા ડૂબેલાં છે. એમાંથી એકને બહાર કાઠ્યો છે અને બીજો છોકરો મળતો નથી. ત્યારબાદ તરત જ 108ને જાણ કરી હતી. 108 બોલાવી બંનેને લઈ અમે હોસ્પિટલ આવ્યા છિએ.

બાળકોની લાશને હોસ્પિટલ ખાતે લવાઈ
વાલીઓએ શાળાના કર્મચારી સાથે રકઝક કરી
ડોન બોસ્કો શાળામાં કડક નિયમનું પાલન કરાવવામાં આવે છે. તેમ છતાં વિદ્યાર્થીઓ નદીએ નાહવા માટે પહોંચી ગયા હતા. જેને લઈ વાલીઓએ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં શાળાના કર્મચારી સાથે બાળકો કેવી રીતે નદીએ ગયા તે મુદ્દે રકઝક કરી હતી. એક તબક્કે વાતાવરણ ઉગ્ર બની ગયું હતું. પરંતુ કેટલાક લોકોએ મામલો થાળે પાડ્યો હતો.