ઐતિહાસિક વિરાસતની જાળવણીમાં સરકાર નિષ્ક્રિય

Contact News Publisher
  • ભુજમાં કલાત્મક સ્થાપત્ય એટલા બધા છે કે, ‘હેરિટેજ સર્કિટ’ બનાવી શકાય
  • રાજસ્થાન, બનારસ, અમૃતસરમાં કોરિડોર બની રહ્યા છે, જ્યારે આપણે ત્યાં વિરાસત ભુલાઈ રહી છે
  • દરેક પ્રદેશનો તેનો પોતાનો અમૂલ્ય ઐતિહાસિક વારસો હોય છે. તેની જાળવણી કે સાચવણી સરકાર અથવા તો જો રાજ પરિવારની હોય તો તે કરતા હોય છે. સાંસ્કૃતિક વારસો બે પ્રકારનો હોય છે મૂર્ત અને અમૂર્ત. કચ્છ પ્રદેશ આ બંને વારસામાં ખૂબ સમૃદ્ધ છે. મૂર્ત વારસો એટલે કે જે મિલકત, જળાશય, કુંડ, મંદિર કે સ્મારક જેવી ધરોહર. જ્યારે અમૂર્ત વારસો એટલે કે લોકસંગીત, સંસ્કૃતિ, હસ્તકલા જેવી બેનમૂન વારસાગત ઉપલબ્ધિ.

    કચ્છમાં આ બંને વિરાસત છે પુષ્કળ, પરંતુ સાચવણીમાં ક્યાંક ને ક્યાંક અધુરાશ ઊડીને આંખે વળગે છે. હમીરસર, પ્રાગ મહેલ, આઇના મહેલ, રામકુંડ, જયુબિલી હોસ્પિટલ, દેશલસર તળાવ, ચોવીસ કૂવાની આવ વગેરે રાજાશાહીના વખતમાં નિર્મિત કરાયેલા છે. સરકાર હસ્તક છે, ત્યાં નિષ્ક્રિયતા દેખાઈ આવે છે.

    સરકારના સંલગ્ન કચેરી દ્વારા ઉપેક્ષિત કરવામાં આવતી ભુજની જગ્યાઓ
    હમીરસર | સાડા ચારસો વર્ષ પહેલાં ભુજમાં બંધાયેલું હમીરસર તળાવ ‘જળ’ વારસો છે. તેને સાચવવો અને લોક ઉપયોગી કરવો તે તંત્રની જવાબદારી છે, પરંતુ તેમાં બ્યુટીફિકેશન, સેલ્ફી પોઇન્ટ અને વોક વે જેવા પ્રોજેક્ટના નામે જળસંગ્રહ શક્તિ ઓછી કરવાની પેરવી વખતોવખત થઈ રહી છે. જાળવણી તરફ તંત્રએ ધ્યાન આપવું રહ્યું.

  • રામકુંડ | સત્યનારાયણ મંદિરની પાછળ આવેલું એક વિરાટ કલાત્મક સ્થાપત્ય છે. એ એક પ્રકારનો જળસ્રોત છે અને ત્રણસો વર્ષથી વધુ પ્રાચીન હોવાના સંદર્ભ મળ્યા છે. આ રામકુંડ ગુજરાત રાજયમાં પુરાતત્વખાતા હસ્તક સ્મારક તરીકે જાળવવામાં આવે છે. ભૂંકપમાં પહોચેલી ક્ષતિ દુરસ્ત કરાવી,પણ તેનો માર્ગ સાંકડો છે.

    છતરડી | ભારતીય પુરાતત્વ વિભાગની મંજૂરી બાદ જ છતરડી વાળા તળાવના 100 મીટર વિસ્તારમાં કોઇપણ જાતની કામગીરી કરી શકાય છે. છતરડી સ્મશાન ‘સી’ આકારના પાળિયાવાળું છે. કુલ 1થી 86 સુધી માનબાઇનો કૂબો, રાઠોડ પરિવારના પાળિયા, ત્રાગાનો પાળિયો, કોંઢિયા પરિવારના સતીમાનો સમાવેશ થાય છે.

  • રાજ પરિવાર વિરાસત માટે કટિબદ્ધ રાજાશાહી સમયના બાંધકામ જે રાજ પરિવાર પાસે પ્રાચીન વારસ છે કે, જેને રાજ પરિવાર પુનર્જીવિત કરે છે. ભુજનું પ્રાગમહેલ, રાણીવાસ અને દરબારગઢ સંકુલ પ્રાગ મહેલ ટ્રસ્ટ દ્વારા મૂળ સ્થાપત્ય જેવું જ કલાત્મક બનાવવામાં આવી રહ્યું છે.

Exclusive News