ભૂજમાં ક્ષત્રિય યુવાને ભૂલથી બેંકમાં વધુ મળેલા રૂ. 9 લાખ પરત આપીને પ્રામાણિકતા દર્શાવી

Contact News Publisher

ભુજના ક્ષત્રિય આગેવાન અને રાષ્ટ્રીય કરની સેનાના ગુજરાતના અધ્યક્ષ મેહુલરાજસિંહ રાઠોડએ 9 લાખ રૂપિયા પરત કરી ને પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. મેહુલરાજસિંહને આજે બુધવારે યુનિયન બેંક મુન્દ્રા રોડ શાખામાં પૈસા લેતી વખતે રૂ. 9 લાખ રૂપિયા કેશિયર તરફથી વધારે આવી જતા તેમણે આ રૂપિયા પરત કરી પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડયું હતું. તેમના આ પગલાની બેંકમાં ઉપસ્થિત સૌ કોઈએ સરાહના કરી તાળીઓના ગડગડાટથી આવકાર આપ્યો હતો.

આ અંગે સામે આવેલી વિગતો મુજબ આજે બપોરે મેહુલરાજસિંહ પોતાના કામ અર્થે બેંકમાં ગયા હતા અને પૈસાની જરૂરત હોતા તેઓએ બેંકમાંથી એક લાખ રૂપિયાનો ઉપાડ કર્યો હતો પરંતુ પરિસ્થિતિ એવી હતી કે મેહુલરાજસિંહને શારીરિક તકલીફ હોતા પૈસા ગણ્યા નહિ અને સ્કુટીની ડિકીમાં રાખી મૂક્યા હતા અને શારીરિક ચેક-અપનો રિપોર્ટ લેવા ગયા ત્યારે બેંકમાંથી પૂછવા ફોન આવ્યો કે તમને 1 લાખની જગ્યાએ 10 લાખ રૂપિયા અપાઈ ગયા છે. જને લઈ મેહુલરાજસિંહએ પૈસા ગણ્યા તો ખરેખર 10 લાખ રૂપિયા હતા. બાદમાં તેઓએ પૈસા બેન્કમાં પરત આપ્યા હતા. તેમના આ અભિગમનો બેંક મેનેજર સુનીલ કુમાર અને શિવકુમાર કમબોજ કેશિયરએ આભારની લાગણી વ્યક્ત કરીને ધન્યવાદ આપ્યા હતા.આમ 9 લાખ રૂપિયા પરત કરીને મેહુલરાજસિંહએ પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.