કંથકોટ-આધોઈ માર્ગ પર કત્તલના ઈરાદે બોલેરોમાં લઈ જવાતા ૭ પાડા પકડાયા.

Contact News Publisher

આધોઈના કસવાવ વાંઢ ખાતેથી પાડા લઈ શિકારપુર જતા હતા : સામખિયાળી પોલીસે બોલેરો ચાલક અને મંગાવનાર શખ્સ સામે કાર્યવાહી કરાઈ.

 

ભચાઉ : તાલુકાના કંથકોટથી આધોઈ માર્ગ પર સામખિયાળી પોલીસે કત્તલ કરવાના ઈરાદે શિકારપુર જઈ રહેલા પાડા ભરેલી બોલેરો સાથે ચાલકને પકડી કાર્યવાહી કરી હતી. સાત પાડાને મુક્ત કરી ભચાઉ પાંજરાપોળમાં મોકલી દેવાયા હતા.
ભચાઉ પોલીસ મથકેથી વાય.કે. ગોહિલે આપેલી વિગતો મુજબ, જીજે૧ર-બીઝેડ-૪૯૬૧ કંથકોટથી આધોઈ માર્ગ પર રોકાવતા ડ્રાઈવર દિલીપ જગદીશભાઈ કોલી (રહે. શિકારપુર) વાળાની પુછપરછ કરતા ગાડીમાં સાત પાડા મળી આવ્યા હતા. ડ્રાઈવરની પુછપરછમાં જણાવ્યું કે, શિકારપુરના સબીરહુશેન ઓસ્માણ શેખએ આધોઈના કસવાવ વાંઢ ખાતેથી આ પાડા ભરીને પરત શિકારપુર લઈ આવવા કહ્યું હતું. પોલીસે આ પાડા કસવાવ વાંઢમાં કોની પાસેથી ભર્યા ? તે અંગે આગળની તપાસ હાથ ધરી પકડાયેલા ચાલક અને પાડા મંગાવનાર સામે કાર્યવાહી હાથ ધરી હતી. કત્તલ કરવાના ઈરાદે શિકારપુર લઈ જવાતા સાત પાડાઓને મુક્ત કરી ભચાઉ પાંજરાપોળ ખાતે મોકલી દીધા હતા. જ્યારે બોલેરો કબજે લઈ અને ચાલક સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી.