કચ્છમાં ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહનું ૭૦.૮૮ ટકા પરિણામ

Contact News Publisher

૧૩પપ પૈકી ૯પ૯ છાત્રો થયા ઉતિર્ણ : એ-વન ગ્રેડમાં બે વિદ્યાર્થીઓ : કચ્છ જિલ્લામાં ૮૧.૭પ ટકા પરિણામ સાથે માંડવી કેન્દ્ર મોખરે : ગાંધીધામ કેન્દ્રનું સૌથી ઓછું ૬૮.૩ર ટકા પરિણામ : રાજયના કુલ્લ પરિણામની સરખામણીએ કચ્છ જિલ્લાનું ઉચું પરિણામ

 

ભુજ : વિદ્યાર્થીઓના કારકીર્દી માટે અતિ નિર્ણાયક એવી ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના પરિણામ આજે જાહેર થયા હતા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ – ર૦ર૩ માં લેવાયેલી ધોરણ ૧ર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ ગત વર્ષની સરખામણીએ નબળું રહ્યું હતું. આજે જાહેર થયેલા પરિણામોમાં કચ્છ જિલ્લાનું પરિણામ ૭૦.૮૮ ટકા આવ્યું હતું. આ વરસે કચ્છમાંથી ર વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવવામાં સફળ રહ્યા હતા.
આ અંગેની વિગતો મુજબ ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં કચ્છના બે ઝોન ભુજ અને ગાંધીધામમાં ૧૩પપ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાં ૧૩પ૩ છાત્રોએ પરીક્ષા આપી હતી. આજે જાહેર થયેલા પરિણામોમાં ૯પ૯ છાત્રો ઉતિર્ણ થતા જિલ્લાનું પરિણામ ૭૦.૮૮ ટકા રહ્યું હતું. કચ્છ જિલ્લામાં સૌથી વધુ પરિણામ માંડવી કેન્દ્રનું રહ્યું હતું. કુલ્લ ૬૧ છાત્રો એ-૧ ગ્રેડ મેળવવામાં સફળ રહ્યા હતા. રાજ્યમાં સૌથી વધુ ૮૩.૧ર ટકા પરિણામ સાથે મોરબી જિલ્લો મોખરે રહ્યો હતો.
આજે સવારે ૯ કલાકે ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર થયું હતું. બોર્ડ દ્વારા પરિણામ મેળવવા માટે ખાસ હેલ્પલાઈન મોબાઈલ નંબર પર જારી કરવામાં આવ્યા હતા. જાે કે શાળાઓ દ્વારા માર્કશીટ થોડા સમય બાદ આપવામાં આવશે તેથી આજે શાળાઓ પર છાત્રો જાેવા મળ્યા ન હતા.

કન્છનું કેન્દ્રવાર પરિણામ

ભુજ ૭૦.૧૩ %
ગાંધીધામ ૬૮.૩ર %
માંડવી ૮૧.૭પ %
અંજાર ૭ર.રર %

કચ્છનું ગ્રેડવાર પરિણામ

એ-૧ ર
એ-ર ૧૭
બી-૧ ૮૦
બી-ર ૧પ૬
સી-૧ ર૭૯
સી-ર ૩રપ
ડી ૧૦૦
એન.આઈ. ૩૯૬

કચ્છનું પરિણામ એકંદરે સંતોષકારક : સંજય પરમાર

જિલ્લા શિક્ષણાધિકારીએ બોર્ડ પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલા છાત્રોને પાઠવી શુભેચ્છા

ભુજ : ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહમાં ૭૦.૮૮ ટકા પરિણામ સાથે કચ્છ જિલ્લો રાજયમાં દસમાં ક્રમે રહ્યો છે. આ વર્ષે કચ્છના બે વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે, ત્યારે ગત વર્ષની સરખામણીએ આ વર્ષનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ એકંદરે સંતોષકારક છે તેવી લાગણી જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે વ્યકત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભુજની જૈનાચાર્ય અજરામર (ભુજ ઈંગ્લીશ)ના બે છાત્રોએ એ-૧ ગ્રેડ મેળવી કચ્છને ગૌરવ અપાવ્યું છે. આ ઉપરાંત ૧૭ છાત્રો એ-ર ગ્રેડ અને ૮૦ છાત્રોએ બી-૧ ગ્રેડ સાથે નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. આ સાથે તેમણે ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહમાં કચ્છમાંથી ઉત્તિર્ણ થયેલા ૯પ૯ છાત્રોને અભિનંદન પાઠવ્યા હતા. કચ્છમાં એ-૧ ગ્રેડ મેળવનાર જૈનાચાર્ય અજરામર શાળામાં જઈ તેમણે શાળાના આચાર્ય અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.

વિજ્ઞાન પ્રવાહના પરિણામો શાળા માટે ગૌરવ સમાન : અનિલગર ગુસાઈ

ભુજની જૈનાચાર્ય અજરામરજી શાળાના આચાર્યએ એ-૧ ગ્રેડ મેળવનાર છાત્રોની સિદ્ધિ બિરદાવી

ભુજ ઃ આજરોજ જાહેર થયેલા ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહના પરિણામોમાં કચ્છમાંથી એ-૧ ગ્રેડ મેળવનાર બન્ને છાત્રો ભુજની જૈનાચાર્ય અજરામરજી શાળાના જ છે. નિયતી સીજુ અને મોક્ષ ગોસ્વામીએ શાળા પરિવાર ને ગૌરવ અપાવ્યું છે તેવી લાગણી શાળાના માધ્યમિક વિભાગના આચાર્ય અનિલગર ગુસાઈએ વ્યકત કરી હતી. તેમણે એ-૧ ગ્રેડ મેળવનાર શાળાના બન્ને છાત્રો અને ઉત્તિર્ણ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રી ગુસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, ધો. ૧૦ અને ૧ર ના બોર્ડ પરીક્ષાર્થીઓ કારકીર્દી માટે નિર્ણાયક પરીક્ષાઓમાં ધારી સફળતા મેળવી શકે તે માટે શાળાના શિક્ષકો અને સ્ટાફ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવે છે. આગામી શૈક્ષણિક વર્ષે લેવાનારી બોર્ડ પરીક્ષાઓ માટેના વર્ગો અત્યારથી જ શરૂ કરી દેવાયા છે. જેથી ધો. ૧૦ અને ૧રના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમો નિયત સમયમાં પૂર્ણ કરી તેના રીવીઝન માટે પુરતો સમય ફાળવી શકાય. એ-૧ ગ્રેડના બે છાત્રો સાથે કચ્છમાં સફળતાના સિમાચિહ્ન સર કરવા બદલ શાળાના શિક્ષકગણ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.

યોગ્ય દિશામાં નિયમિત મહેનત જ સફળતાનું સુત્ર : મોક્ષ ગોસ્વામી

ભુજ : ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં પ૮૧ ગુણ સાથે એ-વન ગ્રેડ મેળવનાર ભુજના મોક્ષ સંજયગીરી ગોસ્વામીએ યોગ્ય દિશામાં નિયમ મહેનતને સફળતાનું સુત્ર ગણાવ્યું હતું. ‘કચ્છઉદય’ સાથેની વાતચીત માં શ્રી ગોસ્વામીએ એ-વન ગ્રેડ પ્રાપ્ત કરવા બદલ પરિવારજનો, શાળાના શિક્ષકો અને ભુજના ફીનીકસ કલાસીસનો આભાર વ્યકત કર્યો હતો. તેણે વધુમાં જણાવ્યું હતું કે, ધો. ૧૧ થી બોર્ડ પરીક્ષાઓ માટેની તૈયારીઓ શરૂ કરી હતી. શરૂઆતમાં જયારે વિજ્ઞાન પ્રવાહ પસંદ કર્યું ત્યારે કચ્છ બહાર અભ્યાસ કરવાની ઈચ્છા હતી. પરંતુ તે શક્ય ન બનતા કચ્છમાંથી જ પરીક્ષા આપવાનું નક્કી કર્યું હતું. પુરતી તૈયારીઓ અને નિયમિત મહેનતથી ધાર્યું પરિણામ મેળવવામાં સફળતા મળી છે. આ ઉપરાંત ફીનીકસ એજયુકેશનમાં દરેક વિષય માટે સારૂં માર્ગદર્શન ટોપીક આધારીત પુરતા મટેરીયલ મળતા પરીક્ષાની તૈયારીઓમાં સરળતા રહી હતી. આ ઉપરાંત બોર્ડ પરીક્ષાઓ માટે પરિવારજનો દ્વારા પણ સારો સહકાર મળ્યો હતો. તેણે કોમ્પ્યુટર એન્જીનીયરીંગ ક્ષેત્રે કારકીર્દી ઘડવાની નેમ વ્યકત કરી હતી અને પોતાને વેબ ડીઝાઈનીંગનો અભ્યાસ કરવાની ઈચ્છા વ્યકત કરી હતી.

સફળતા શીખરો સર કરવા અથાગ મહેનતથી અનિવાર્ય : નિયતિ સીજુ

ભુજ : તાલુકાના ભુજાેડી ગામની સીજુ નિયતિબેન સામજી સીજુએ ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ૬૦૭ ગુણ સાથે કચ્છમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. કચ્છઉદય સાથેની વાતચીતમાં તેમણે પોતાની સફળતાનું શ્રેય પોતાના પરિવારજનો, શાળાના શિક્ષકો અને ફીનીકસ એજયુકેશનના સંચાલકોને આપ્યો હતો. વર્ષભર કરેલી નિયમિત મહેનતનું યોગ્ય પરિણામ મળતા તેણે ખુશી વ્યકત કરી હતી. વિજ્ઞાન પ્રવાહના છાત્રોને સંદેશ આપતા તેણે જણાવ્યું હતું કે, જીવનમાં લક્ષ્યાંક નક્કી કરીને તે દિશામાં જાે નિયમિત પરિશ્રમ કરવામાં આવે તો ધારી સફળતા જરૂર મળે છે. વિજ્ઞાન પ્રવાહમાં આગળ ઉચ્ચ અભ્યાસ કરવાની નેમ તેણે વ્યકત કરી હતી.

વિજ્ઞાન પ્રવાહના અભ્યાસ માટે છાત્રોએ હવે કચ્છ બહાર જવાની જરૂર નથી

ભુજ : આજે જાહેર થયેલા ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહના પરિણામોમાં કચ્છમાં એ-વન ગ્રેડ મેળવનાર બન્ને છાત્રોએ ભુજના ફીનીકસ એજયુકેશનમાં તાલીમ મેળવી હતી. ફીનીકસ એજયુકેશનના સંચાલકો કમલ રાજગોર, ગભરૂ ભમ્મર અને પાર્થ ત્રિવેદીએ બન્ને છાત્રોને અભિનંદન પાઠવ્યા હતા. સંચાલકોએ જણાવ્યું હતું કે, વિજ્ઞાન પ્રવાહના છાત્રોને તમામ વિષયો માટે ઉચ્ચ ગુણવતાયુક્ત શિક્ષણ એક જ સ્થળ મળી રહે તે માટે ફીનીકસ એજયુકેશને વ્યવસ્થા કરી છે. દરેક વિષયના ક્ષેત્ર નિષ્ણાંત અધ્યાપકો દ્વારા વિદ્યાર્થીઓને તૈયારીઓ કરાવવામાં આવે છે. એક સમયે કચ્છના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ સારા અભ્યાસ માટે જિલ્લા બહાર જતા હતા. પરંતુ હવે કચ્છના વિદ્યાર્થીઓને ગુજરાત લેવલનું વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ કચ્છમાં સ્થાનીકે જ મળી રહે છે તે આજના વિજ્ઞાન પ્રવાહના પરિણામોથી સિદ્ધ થયું છે. ફીનીકસ એજયુકેશનનો મુખ્ય હેતુ બાળકોને દરેક વિષયના ઉચ્ચગુણવતાયુકત શિક્ષણ આપી પરીક્ષામાં સફળતા મેળવવા પ્રેરીત કરવાનું રહ્યો છે.

7 thoughts on “કચ્છમાં ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહનું ૭૦.૮૮ ટકા પરિણામ

  1. Pingback: superkaya88
  2. Pingback: Arcade Game
  3. Pingback: 무료웹툰
  4. Pingback: click here

Comments are closed.

Exclusive News