આજે વિકરાળ રૂપ લેશે ‘Mocha’, ગુજરાત પર પડશે વિપરીત અસર, અમુક રાજ્યોમાં વરસાદની આગાહી

Contact News Publisher

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાત ‘મોચા’ ઝડપથી વધી રહ્યું છે અને આજે એટલે કે શુક્રવારે તે ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. પરિણામે 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે અને તે બાંગ્લાદેશ-મ્યાનમારના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે.

ચક્રવાત ‘મોચા’ના ભણકારા વચ્ચે શુક્રવારે દિલ્હીમાં ગરમી વધવાની સંભાવના છે અને તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે. ભારતીય હવામાન વિભાગે આ માહિતી આપી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં દિવસ દરમિયાન સ્વચ્છ આકાશ રહેવાની આગાહી કરી છે અને વરસાદની શક્યતા ઓછી છે.

ગુજરાતના મોટાભાગના ભાગોમાં હીટ વેવની સ્થિતિ પ્રવર્તી રહી હતી અને રાજ્યના ઉત્તરીય પ્રદેશમાં પાટણ ગુરુવારે મહત્તમ તાપમાન 45.4 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ હતું. ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે 13 મે પછી લોકોને ગરમીથી થોડી રાહત મળે તેવી શક્યતા છે. આ સાથે જ ચક્રવાત ‘મોચા’ના ભણકારા વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છના થોડા ભાગોમાં ભારે લૂ પડી શકે છે