ભુજના લોરીયા પાસે મીઠું ભરેલા ટ્રકમાં આગ ભભૂકી ઉઠતા મોટું નુકસાન

Contact News Publisher

ભૂજ તાલુકાના લોરીયા પાસે આજે શનિવારની વહેલી સવારે ધોરીમાર્ગ પર ટ્રક ટ્રેલરમાં અચાનક આગ લાગી ઉઠી હતી. ખાવડા તરફથી આવતી ટ્રકમાં આગળના ટાયર સળગી ઉઠ્યા બાદ આગ ચાલકની કેબિન સુધી ફેલાઈ ગઈ હતી. ખાવડા નજીકની એગ્રોસેલ કંપનીમાંથી નમક ભરીને કંડલા જતી ટ્રક લોરીયા પાટિયા પાસે સળગી ઉઠી હતી. સદભાગ્યે આગની આ ઘટનામાં કોઈને ઇજા પહોંચી નથી પરંતુ ટ્રકની કેબિન બળીને ખાક થઈ જતા મોટું નુકસાન થયું હતું. આગને ઓળવવા માટે ભુજ ફાયર વિભાગે જહેમત લીધી હતી.

કચ્છમાં ઉનાળાના દિવસોમાં નાની મોટી આગની ઘટનાઓમાં વ્યાપક વધારો જોવા મળી રહ્યો છે. આજે શનિવારે આગની વધુ એક ઘટના ભુજના લોરીયા પાસેથી પ્રકાશમાં આવી છે. જ્યાં નમક પરિવહન કરતી ટ્રકમાં આગળના ટાયર સળગી ઉઠતા આગ ફેલાઈ ગઈ હતી. વહેલી સવારે બનેલા બનાવમાં કોઈને ઇજા પહોંચી ના હતી પરંતુ ટ્રકની ચાલક કેબિન બળીને ખાક થઈ ગઈ હતી. જોકે ફાયર વિભાગની જહેમતના પગલે આગ ટ્રકના ટ્રેલર સુધી ફેલાતા અટકી હતી અને વધુ નુકશાની થતા બચી હતી. આગ બુઝાવની કામગીરીમાં ભુજ સુધારાઈ હસ્તકના ફાયર વિભાગના મામદ જત, પરાગ જેઠી અને રમેશ ગાગલ જોડાયા હતા.